અમદાવાદ/ આકાશમાં ફાઇટર વિમાનોના કરતબ યોજાશે, શહેરીજનો માટે આ મોટો લ્હાવો,18મી થી ડિફેન્સ એક્સ્પો

ગુજરાતમાં તા.18 ઓકટોબરથી ચાર દિવસમાં ડીફેન્સ એકસપો યોજાશે જેમાં ભારત સહિત દુનિયાભરની શસ્ત્ર નિર્માણ કંપની આવશે આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ પર ફાઈટર જેટની મદદથી એર શો યોજવાની પણ તૈયારી છે

Ahmedabad Gujarat
આકાશમાં

ગુજરાતમાં 18 ઓક્ટોબરથી ચાર દિવસનો ડિફેન્સ એક્સ્પો યોજાશે જેમાં વિશ્વભરના ફાઇટર વિમાનો અને તેની કંપનીઓ આવશે, ખાસ તો આ એક્સ્પો દરમિયાન અમદાવાદના આકાશ માં લડાકુ વિમાન ના કરતબ જોવા મળશે, જે અમદાવાદીઓ માટે મોટો લ્હાવો છે.

ગુજરાતમાં તા.18 ઓકટોબરથી ચાર દિવસમાં ડીફેન્સ એકસપો યોજાશે જેમાં ભારત સહિત દુનિયાભરની શસ્ત્ર નિર્માણ કંપની આવશે આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ પર ફાઈટર જેટની મદદથી એર શો યોજવાની પણ તૈયારી છે જેમાં ભારતીય હવાઈદળના વિમાનો અલગ અલગ કરતુત બતાવશે.

ગુજરાતમાંપ્રથમ વખત આવો  એર શો યોજાશે જે થોડા કલાકોનો હશે. ડીફેન્સ એકસપોનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ પણ હાજર રહે તેવી શકયતા છે. રાજયમાં અગાઉ માર્ચ મહિનામાં ડીફેન્સ એકસપોનું આયોજન થયું હતું પરંતુ યુક્રેન, રશિયા યુદ્ધના કારણે તે મુલત્વી રખાયો હતો.

આ પણ વાંચો:યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સકી સાથે એલોન મસ્કની ટક્કર, જાણો શું થયું હતું બંને વચ્ચે યુદ્ધ

આ પણ વાંચો:વડોદરામાં છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત : છ લોકોના છકડા નીચે દબાઈ જવાથી મોત

આ પણ વાંચો:આદિપુરુષના નિર્માતાને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ચેતવણી, કહ્યું અમારી આસ્થા પર ઘા