Accident/ રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પિતા પુત્રનું ઘટનાસ્થળ પર મોત, CCTVમાં કેદ થઈ ઘટના

સંત કબીર રોડના રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 56 1 રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પિતા પુત્રનું ઘટનાસ્થળ પર મોત, CCTVમાં કેદ થઈ ઘટના

રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્રનું મોત થયું. સંત કબીર રોડ પર પિતા-પુત્ર બાઈક પર જતા હતા. દરમ્યાન બાઈક સાઈડમાં લેવા જતા નીચે પટકાયા અને તેમના પર ટેન્કર ફરી વળતા ઘટનાસ્થળ પર જ પિતા-પુત્રનું મોત નિપજ્યુ છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તુરતં ઘટનાસ્થળે પંહોચી ગયો હતો. ગમખ્વાર અકસ્માત મૃત્યુ પામેલા પિતા-પુત્રની ઓળખ કરવામાં આવી જેમના નામ શૈલષ પરમાર અને અજય પરમાર છે.

ગમખ્વાર અકસ્માત

સંત કબીર રોડના રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું. પોલીસ આ બનાવની તપાસ હાથ ધરતા ફરાર ટેન્કર ચાલકની શોધખોળ કરી રહી છે. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતક પિતા-પુત્રની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સીસીટીવીમાં કેદ થયેલ આ સમગ્ર ઘટનાના ફૂટેજ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.

Pothole claimed two lives in Rajkot, father and son died in an accident between a tanker and a bike | Rajkot news: રાજકોટમાં ખાડાએ લીધો બેનો જીવ, ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં

સીસીટીવીમાં કેદ થઈ ઘટના

સીસીટીવી ફૂટેજમાંદેખાય છે કે માર્ગ પર એક ટેન્કર આવી રહી છે અને મોબાઈલમાં વ્યસ્ત રાહદારી રસ્તા પર ચાલી રહ્યો છે. ટેન્કર રોડ પરથી પસાર થતુ હોય છે ત્યારે પાછળથી આવતા બાઈક સવાર રસ્તા પર ચાલતા રાહદારીને ટક્કર ના વાગે માટે તેની બાજુ પરથી નીકળવા પ્રયાસ કરે છે. જ્યાં તૂટેલા રોડના કારણે બાઈક પર સવાર પિતા-પુત્ર નીચે પટકાય છે અને બાજુ પરથી મધ્યમ ગતિએ જતા ટેન્કરના પૈડા તેમના પર ફરી વળે છે. ઘટનાને પગલે ટેન્કર ચાલક ત્યાં જ ટેન્કર મૂકી ભાગી જાય છે. ટેન્કરના પૈડા નીચે આવેલ બાઈક સવાર પિતા-પુત્રનું મૃત્યુ થતા ઘટનાસ્થળ પર ભીડ જમા થાય છે.  ઘટના સ્થળ પર ભેગા થયેલ ટોળામાંથી કોઈ જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે.

YouTube Thumbnail 55 1 રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પિતા પુત્રનું ઘટનાસ્થળ પર મોત, CCTVમાં કેદ થઈ ઘટના

લગ્નનો આનંદ, માતમમાં બદલાયો

આ બનાવની સામે આવેલ વિગત મુજબ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર પિતા શૈલેષભાઈ મગનભાઈ પરમાર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. એક પુત્ર તેમની સાથે રહે છે અને એક પુત્ર બહારગામ નોકરી કરે છે જે પિતરાઈ બહેનના લગ્ન હોવાથી હાલ અમદાવાદ આવ્યો હતો. ઘટનાના દિવસે પિતા શૈલેષભાઈ પોતાના ભાઈની દિકરીના લગ્નના કામ નિમિત્તે સવારે મોટા પુત્ર અજય સાથે કામસર બહાર નીકળ્યા હતા. સવારે શૈલેષ ભાઈ અને પુત્ર અજય બાઈક પર કબીર રોડ પર જતા હતા ત્યારે અચાનક રોડ પરથી નીચે પટકાયા અને ટેન્કરના પૈડા નીચે આવી ગયા. એક બાજુ પરિવારમાં લગ્નની તૈયારી ચાલી રહી હતી ત્યાં પિતા-પુત્રના મોત થતા પરમાર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો.

પોલીસે તપાસ હાથ ધરી

સંત કબીર રોડ રામાપીરના મંદિર પાસે ટેન્કરની ટક્કરે બાઇક સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. આ બનાવના સામે આવેલ સીસીટીવી ફૂટેજ પરથી જોઈ શકાય છે કે કેવી રીતે આ ઘટના બનવા પામી. આ બનાવમાં વાંક કોનો, બાઈક સવારનો ?, ટેન્કર ચાલકનો ?, રસ્તા પર ફરતા રાહદારીનો ? કે પછી તૂટેલા રોડનો ? પોલીસે ઘટના સ્થળ પર પંહોચી સમગ્ર વિગતો પ્રાપ્ત કરતા અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:UP-Seat Deal/યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ, કોંગ્રેસ 11 બેઠક પર લડશે

આ પણ વાંચો:Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન