અકસ્માત/ આમોદ નજીક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં પિતા-પુત્રનું મોત

ઘમણાંદ ગામના એકજ પરિવારના 3 સભ્યો બાઈક ઉપર સવાર થઈ આમોદથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જ ટ્રક ચાલકે અડફેટે લીધા…

Gujarat Others
અકસ્માત

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી. દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આમોદથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ રોંઢ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો : બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ,એક જ પરિવારના 7 લોકોનાં મોત, 3 ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર, ઘમણાંદ ગામના એકજ પરિવારના 3 સભ્યો બાઈક ઉપર સવાર થઈ આમોદથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જ રોંઢ ગામ નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તેમજ અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.

આ પણ વાંચો :ગુજરાતના મહિલા IASએ હરિયાણાના IAS સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં, સરકારે કેડર બદલી આપી

આ ઘટનાની જાણ આમોદ પોલીસે કરવામાં આવતા પોલીસનોમ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એકજ પરિવારના બંને મોભી ગુમાવનાર પરિવાર જનોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ પણ વાંચો :કરછના રોડ પર દેખાઈ એક કરોડની ઇલેક્ટ્રિક કાર, જાણો કોણે ખરીદી કરી