Amreli/ પિતા વિનાની દીકરીને સમૂહલગ્ન પડ્યાં ભારે, સેવાભાવી યુવાને ઘરઆંગણે કરાવ્યા લગ્ન

અમરેલી નજીક આવેલા ચંદીગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજક એ કોરોના કાળમાં સમૂહ લગ્નની પરવાનગી પણ નહોતી લીધી અને મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો માસ્ક વગરના ફરતા જોવા મળ્યા હતા….

Gujarat Others
test 22 પિતા વિનાની દીકરીને સમૂહલગ્ન પડ્યાં ભારે, સેવાભાવી યુવાને ઘરઆંગણે કરાવ્યા લગ્ન

@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અમરેલી

અમરેલી નજીક આવેલા ચંદીગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજક એ કોરોના કાળમાં સમૂહ લગ્નની પરવાનગી પણ નહોતી લીધી અને મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો માસ્ક વગરના ફરતા જોવા મળ્યા હતા. અમરેલી પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરે એ પહેલાં જ આ લગ્ન સ્થળેથી જાનૈયા વરરાજા અને કન્યા પક્ષનાં લોકો ડરનાં માર્યા ભાગવા લાગ્યા હતા.

test 23 પિતા વિનાની દીકરીને સમૂહલગ્ન પડ્યાં ભારે, સેવાભાવી યુવાને ઘરઆંગણે કરાવ્યા લગ્ન

આ ભાગમ ભાગમાં બન્ને પક્ષ પોતપોતાના ગામ તરફ રવાના થયા અને આ 18 સમૂહ લગ્ન યોજાયેલા હતા તે તમામ લગ્ન આ સ્થળેથી બંધ રહ્યા હતા. જે લીલા તોરણેથી જાન પાછી ફરી તેવું પણ કહી શકાય અને તમામ વરરાજાઓ કન્યાઓ પોતાને ગામ જય અને પોતાની રીતે નીકળી ગયા ત્યારે અનેક કોડભરી કન્યા અને વરરાજાઓની મનની મનમાં રહી ગઈ પરંતુ સાવરકુંડલાની એક ગરીબ પરિવારની કન્યા કે જેને પિતાની છત્ર છાયા નથી અને પછાત વિસ્તારમાં રહેતી આ કોળી જ્ઞાતિની કન્યાનાં લગ્ન સાવરકુંડલાનાં એક સેવાભાવી યુવાને વિનુભાઈ નામના પોતાના અંગત કાર્યકરને ફોન કરી તમામ વ્યવસ્થાઓ કરવા ટેલિફોનિક સૂચના આપી. આ સમાચાર મળતા જ તેમના ઘરે જ મંડપ ગોર મહારાજ અને તમામ વ્યવસ્થાઓ ફોટો પર ગોઠવાઈ ગઈ અને આ સેવાભાવી યુવાન સુરેશ પાનસુરીયા અને તેમના ધર્મપત્ની સુમનબેન એ આવી કન્યાદાન કરી વિધિવત રીતે આ કોડભરી છત્રછાયા વગરની દીકરીનાં લગ્ન પૂર્ણ કરાવવા મદદરૂપ અને આશીર્વાદ રૂપ બન્યા. જો કે આ તબક્કે સુરેશ પાનસુરીયા કેમેરા સામે એવું જણાવ્યું કે એક આયોજકની ભૂલથી અનેક વર-કન્યાને જાનૈયાઓનાં પરીવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કોરોના કાળની અંદર આટલો મોટો સમૂહ ભેગો કરવો અને એ પણ માસ્ક વગર નો સમૂહ ભેગો કરવો એ અતિ જોખમ હોય આયોજક એ આ વાતને વિચારી નહીં અને અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જો કે અમરેલી પોલીસે આયોજક ઉપર ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…