Fire/ વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં લાગી ભીષણ આગ,કોઇ જાનહાનિ નહીં

શહેરની સયાજી હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. બાળકોના વોર્ડમાં આગ લાગતા દોડધામ મચી હતી. બાળરોગ વિભાગના ICUમાં આગ લાગી હતી.

Top Stories Gujarat
13 6 વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં લાગી ભીષણ આગ,કોઇ જાનહાનિ નહીં
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગની ઘટના
  • બાળકોના વોર્ડમાં આગ લાગતા દોડધામ મચી
  • બાળરોગ વિભાગના ICUમાં આગ લાગી
  • દાખલ બાળકોને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડાયા
  • મેઈન સ્વીચમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
  • આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ
  • આગમાં જાનહાનિના કોઇ સમાચાર નહીં

વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. બાળકોના વોર્ડમાં આગ લાગતા દોડધામ મચી હતી. બાળરોગ વિભાગના ICUમાં આગ લાગી હતી. આગને પગલે હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું અને દાખલ બાળકોને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જે વોર્ડમાં આગ લાગી હતી, ત્યાં 50 બાળ દર્દીઓ દાખલ હતા. આ બાળકોને સલામત રીતે અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી. બાળકો ના વોર્ડમાં આગ લાગતા નાસભાગ મચી હતી. બાળરોગ વિભાગના ICUમાં અચાનક આગ લાગી હતી. જે બાદ ટોક્ટર્સ અને સ્ટાફ તથા બાળકોના સગાએ દોડધામ કરી હતી અને અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડમાં દાખલ બાળકોને અન્ય વોર્ડમાં ખસેડવાની ફરજ પડી હતી. વોર્ડમાં દાખલ બાળ દર્દીઓ અને તેમના માતાપિતાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતી ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.