Not Set/ સુરેન્દ્રનગરના મૂળીના ખંપાળીયા ગામે ઘરમાં આગ લાગતા રોકડ સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ

પવનચક્કીના કરંટથી આગ લાગી : ઘરમાં આગ લાગતા ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ બની

Gujarat
Untitled 40 3 સુરેન્દ્રનગરના મૂળીના ખંપાળીયા ગામે ઘરમાં આગ લાગતા રોકડ સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે અવારનવાર સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળ ઉપર શોર્ટ શર્કિટ તેમજ અન્ય કારણોસર આગ લાગતી હોય છે. અને તેના બનાવો પણ સામે આવતા હોય તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. તેને લઈને ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની પ્રાથમિક વિગતો મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે મોડી રાત્રે મકાનમાં આગ લાગી છે. તેને લઈને મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ બની જવા પામી છે. તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં પવનચક્કીના કરંટથી આગ લાગી હોવાનું ખુલવા પામ્યું છે.

તેને લઈને ઘરમાં પડેલી તમામ ઘર વખરી સોના, ચાંદી, રોકડ રૂપિયા સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ બની જવા પામી છે. જો કે આ બાબતની જાણકારી ગ્રામજનોને થતાં તાત્કાલિક તેમણે ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં મેળવી હતી. ત્યારે સદનસીબે કોઈને જાનહાનિ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સ્થાનિક ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર મારો ચલાવી અને આગને કાબુમાં લીધી છે. ત્યારે આ મામલે મોટું નુકસાન થયું છે. બાકી કોઈ જાનહાની થઈ નથી