ટ્રેનમાં આગ/ મેરઠમાં પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, મુસાફરોમાં ફેલાયો ફફડાટ,  જુઓ Video

દુર્ઘટના મેરઠ શહેરથી 18 કિલોમીટર દૂર દૌરાલા સ્ટેશન પર થઈ  હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સહારનપુરથી દિલ્હી જતી ટ્રેન મેરઠના દૌરાલા સ્ટેશન પર ઉભી હતી.

Top Stories India
ટ્રેનમાં

સવારના એક મોટા સમાચાર મુજબ, મેરઠમાં આજે એટલે કે શનિવારે સવારે એક પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. અહેવાલો અનુસાર, દુર્ઘટના મેરઠ શહેરથી 18 કિલોમીટર દૂર દૌરાલા સ્ટેશન પર થઈ  હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સહારનપુરથી દિલ્હી જતી ટ્રેન મેરઠના દૌરાલા સ્ટેશન પર ઉભી હતી. ટ્રેનના કોચમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો.

ઘટના મુજબ ટ્રેનમાં એન્જિનમાંથી આગ લાગી હતી. આ પછી એન્જિનની પાછળના પેસેન્જર ડબ્બામાં પણ આ કારણે આગ લાગી હતી. તે જ સમયે, મુસાફરો ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. આ આગમાં એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટના સમયે સવારે ધુમ્મસ છવાયેલું હતું. તે સમયે સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેન દૌરાલા સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરો પણ તેમાં ચઢવા લાગ્યા. તે જ સમયે મુસાફરોમાં એકાએક ગભરાટ ફેલાયો હતો. આ અંગે કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી.

https://twitter.com/BHARATGHANDAT2/status/1499944608851443716?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1499944608851443716%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.enavabharat.com%2Findia%2Fmeerut-a-massive-fire-broke-out-in-the-coach-of-a-passenger-train-going-from-saharanpur-to-delhi-514090%2F

દુર્ઘટના બાદ હરિદ્વાર અને અંબાલા તરફ જતી તમામ ટ્રેનોને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે. ઘટના અનુસાર, સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં દૌરાલા સ્ટેશન નજીક અગમ્ય કારણોસર આગ લાગી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટના સવારે 7.20 કલાકે બની હતી. અકસ્માત બાદ ટ્રેનને દૌરાલા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ત્યારે કેટલાક લોકોએ જોયું કે ટ્રેનના એન્જિનની નીચે આગ લાગી છે. આગનો ડર જોઈને મુસાફરોએ પણ એલર્ટ લગાવ્યું હતું. આ પછી ટ્રેનમાં બેઠેલા મુસાફરો ઝડપથી નીચે ઉતરી ગયા. જે લોકો કોચની આસપાસ ઉભા હતા તેમને પણ તરત જ તેમાંથી હટાવી લેવામાં આવ્યા હતા.

અહી ટ્રેનમાં આગ લાગવાની માહિતી મળતા પોલીસ સ્ટેશન દૌરાલા અને જીઆરપી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા ત્યાં સુધીમાં આગ ભભુકી ઉઠી હતી.જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના એન્જિન અને બે પેસેન્જર કોચમાં આગ લાગી હતી.

હાલમાં આગના કારણે દહેરાદૂન શતાબ્દી અને ઘણી મહત્વની ટ્રેનો સિટી સ્ટેશન અને ખતૌલી, મુઝફ્ફરનગર વગેરે પર ઊભી રાખવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આગ અને ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :વારાણસીમાં PM મોદીનો જોવા મળ્યો અલગ જ અંદાજ, કાશી વિશ્વનાથમાં વગાડ્યું ‘ડમરુ’, જુઓ 

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,921 નવા કેસ, 289 લોકોના મોત થયા

આ પણ વાંચો :મણિપુરમાં આજે બીજા અને છેલ્લા તબક્કામાં 22 બેઠકો માટે મતદાન, 92 ઉમેદવારો મેદાનમાં

આ પણ વાંચો :યુક્રેનના 229 વિદ્યાર્થીઓને લઈને ઈન્ડિગોનું વિશેષ વિમાન રોમાનિયાથી પહોંચ્યું દિલ્હી, ખાર્કિવમાં અનેક વિસ્ફોટો