ભીષણ આગ/ હૈદરાબાદમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં 11 મજૂરોના મોત,જાણો વિગત

હૈદરાબાદના ભોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 11 મજૂરો જીવતા બળી ગયા હતા. મૃત્યુ પામેલા તમામ મજૂરો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે

Top Stories India
12 20 હૈદરાબાદમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં 11 મજૂરોના મોત,જાણો વિગત

તેલંગાણાની રાજધાની હૈદરાબાદના ભોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 11 મજૂરો જીવતા બળી ગયા હતા. મૃત્યુ પામેલા તમામ મજૂરો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે અને તેઓ અહીં ગોડાઉનમાં કામ કરતા હતા. સ્થળ પર હાજર હૈદરાબાદ ડીસીપી સેન્ટ્રલ ઝોને કહ્યું કે તમામ 11 મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

શટર બંધ હોવાથી કામદારો ફસાઈ ગયા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, ગોડાઉનના પહેલા માળે 12 મજૂરો સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી. કામદારો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જંક શોપમાંથી પસાર થતો હતો જેના શટર બંધ હતા. આજે સવારે 8 વાગ્યા સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે એક મજૂર બચી ગયો હતો તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર કંટ્રોલ રૂમને સવારે 3 વાગ્યાની આસપાસ એલર્ટ મળ્યો હતો અને નવ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લેવા માટે ત્રણ કલાકથી વધુ સમય સુધી કામ કર્યું હતું.

ફાઈબર કેબલમાં આગ લાગી હતી

ગોડાઉનમાં ફાઈબર કેબલમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગની તીવ્રતા વધુ વધી હતી. ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો, કાગળ, પ્લાસ્ટિક અને અન્ય કેબલ પણ રાખવામાં આવ્યા હતા. પહેલા માળે બે રૂમ હતા અને એક રૂમમાંથી તમામ 11 મૃતદેહો મળી આવ્યા હતા. એકબીજાની ઉપર પડેલા હતા. મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.