દુર્ઘટના/ મુંબઈની કમલા બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ઝપટમાં આવેલા 7 લોકોનાં થયા મોત

મહારાષ્ટ્રની રાજધાનીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે સવારે મુંબઈનાં તારદેવમાં ભાટિયા હોસ્પિટલ પાસે આવેલી એક ઈમારતમાં આગ લાગી હતી.

Top Stories India
મુંબઈની બિલ્ડિંગમાં આગ
  • મુંબઈની કમલા બિલ્ડિંગના 20મા માળે આગ
  • ભાટિયા હોસ્પિ. નજીક છે 20 માળની બિલ્ડિંગ
  • સવારે 7.30 વાગ્યે લેવલ-3ની આગ લાગી
  • 13 ફાયરફાયટર્સ આગ બુઝાવવા માટે પહોંચ્યા
  • 2 ઈજાગ્રસ્ત લોકોને ભાટિયા હોસ્પિટલમાં ખસેડાયા

મહારાષ્ટ્રની રાજધાનીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે સવારે મુંબઈનાં તારદેવમાં ભાટિયા હોસ્પિટલ પાસે આવેલી એક ઈમારતમાં આગ લાગી હતી. જ્યાં આગ લાગી હતી તેનું નામ કમલા બિલ્ડિંગ છે. તેની 20 માળની ઈમારતમાં આગ લાગી છે. તેની ઝપટમાં આવતા સાત લોકોનાં મોત થયા છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લદ્દાખને લેહમાં તેનો પહેલો ઓપન સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ ટર્ફ મળ્યો

આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ હજુ કાબુમાં આવી નથી. તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે આવેલી બહુમાળી ઈમારત કમલામાં આ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મળી રહી છે કે આગ સવારે 6.30 વાગ્યાની આસપાસ લાગી હતી. હાજર અધિકારીઓનું કહેવું છે કે, આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને બચાવવાનાં પ્રયાસો ચાલુ છે. આગની લપેટમાં સપડાયેલા બે લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જોકે તેમની તબિયત હાલમાં કેવી છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.

આ પણ વાંચો – Shocking / વૃદ્ધનું ઘર પૂરી રીતે સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ તો ખુશીમાં રડવા લાગ્યા, જુઓ આ ભાવુક Video

આ આગમાં ફસાયેલા 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આગ કયા કારણોસર લાગી તે અંગે તાત્કાલિક કંઈ કહેવું મુશ્કેલ છે. પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા નકારી શકાતી નથી. મુંબઈનાં મેયરે કહ્યું કે, આગનાં કારણની તપાસ કરવામાં આવશે. બિલ્ડિંગનું ફાયર સેફ્ટી ઓડિટ થયું છે કે પછી તેમાં કોઈ બેદરકારી થઈ છે તે પણ જોવામાં આવશે.