Covid-19/ શુક્રવારની સરખામણીએ કોરોનોનાં કેસમાં આજે 2.7 ટકાનો ઘટાડો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, શુક્રવારની સરખામણીમાં આજે નવા કેસોમાં 2.7% નો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાનાં 3,37,704 નવા કેસ નોંધાયા છે.

Top Stories India
police attack 81 શુક્રવારની સરખામણીએ કોરોનોનાં કેસમાં આજે 2.7 ટકાનો ઘટાડો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, શુક્રવારની સરખામણીમાં આજે નવા કેસોમાં 2.7% નો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાનાં 3,37,704 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો – આગાહી / રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ ઠંડીમાં થશે વધારો

આ સાથે દેશમાં હાઈલી ટ્રાન્સમિસિબલ વેરિઅન્ટ ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા 10,050 પર પહોંચી ગઈ છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 488 લોકોનાં મોત થયા છે, જેમાંથી 106 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યો છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,88,884 થઈ ગયો છે. ભારતમાં સક્રિય કેસનો ભાર હાલમાં 21 લાખને વટાવીને 21,13,365 પર પહોંચી ગયો છે, કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો પાંચ ટકાથી વધીને 5.43% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 17.22% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,61,16,60,078 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67,49,746 લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ હાલમાં 93.31% છે. છેલ્લા 24 કલાકમાં 2,42,676 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,63,01,482 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે એટલે કે 21 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસ માટે 19,60,954 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ગઈકાલ સુધીમાં કુલ 71,34,99,892 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ લદ્દાખને લેહમાં તેનો પહેલો ઓપન સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ ટર્ફ મળ્યો

દિલ્હીમાં કોરોનાનાં 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા રિપોર્ટ અનુસાર દિલ્હીમાં કોરોનાનાં 10,756 નવા કેસ મળી આવ્યા છે. આ દરમિયાન કોરોનાનાં 38 દર્દીઓનાં મોત પણ થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે. શુક્રવારે પોઝિટિવિટી રેટ 18.04 ટકા નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર દિલ્હીની હોસ્પિટલોમાં કુલ 2656 કોરોના દર્દીઓ દાખલ છે. વળી, શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાનાં 48 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. મોડી સાંજે આવેલા રિપોર્ટ અનુસાર રાજ્યમાં કોરોનાનાં 48,270 નવા કેસ નોંધાયા છે. નવા દર્દીઓનાં આગમન બાદ રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 2,64,388 થઈ ગઈ છે. વળી, રાજ્યમાં કોરોનાનાં 42,391 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. વળી, રાજ્યમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં 144 દર્દીઓ સામે આવ્યા છે.