Not Set/ પાટડીના વર્ણીન્દ્રધામમાં બેસતા વર્ષથી પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવ, સવા લાખ કિલો સોડમચારથી ભગવાનનું દિવ્ય પૂજન કરાશે

સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારવામાં આવ્યું

Gujarat
Untitled 80 પાટડીના વર્ણીન્દ્રધામમાં બેસતા વર્ષથી પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવ, સવા લાખ કિલો સોડમચારથી ભગવાનનું દિવ્ય પૂજન કરાશે

પાટડીના ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિર ખાતે બેસતા વર્ષથી સતત પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે. જેમાં સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભગવાનનું દિવ્ય પૂજન કરવામાં આવશે અને સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે.

પાટડી વિરમગામ રોડ પર આવેલા ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં દિવાળીના પર્વ નિમીત્તે 5 નવેમ્બર બેસતા વર્ષના દિવસથી સતત પાંચ દિવસના પૂજનોત્સવનું ખુબ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરમાં દર્શનાર્થે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટવાનો હોવાથી એની તડામાર તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.

દિવાળી બાદ નૂતન વર્ષના દિવસથી ભગવાન શ્રી નિલકંઠ મહાપ્રભુનું સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભવ્યાતિભવ્ય રીતે દિવ્યપૂજન કરવામાં આવશે. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્ર‍ા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર, કાયમી પ્રદર્શન, અેન્જોય પાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના ભવ્ય પૂજનોત્સવમાં સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઉમટવાનો હોઇ સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવાની સાથે ભક્તો અને શ્રધ્ધાળુઓને આવકારવા તડામાર તૈયારીઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી હોવાનું મંદિરના સ્વામીએ જણાવ્યું હતુ.