Amreli News/ અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી

અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી ગઈ છે. સુરાગપરા ગામે ઊંડા બોરવેલમાં બાળકી પડી ગઈ હતી. બાળકી આરોહી છેવટે જીવન સાથેની લડાઈ હારી હતી. બાળકીના મૃતદેહને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 06 15T102620.559 અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી

Amreli News: અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી ગઈ છે. સુરાગપરા ગામે ઊંડા બોરવેલમાં બાળકી પડી ગઈ હતી. બાળકી આરોહી છેવટે જીવન સાથેની લડાઈ હારી હતી. બાળકીના મૃતદેહને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકીને બહાર કાઢવા માટે સતત 17 કલાક બચાવ કામગીરી ચાલી હતી.

આરોહીને બોરમાંથી જીવિત કાઢવા એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગે આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આરોહીને 17 કલાક સુધી બોરમાંથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું. આખરે આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર લાવવામાં સફળતા મળી હતી, પરંતુ તે જીવિત રહી શકી ના હતી. આરોગ્ય વિભાગના અધિકારોએ બાળકીને તપાસ પછી મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.

જો કે અહીં સવાલ એ છે કે બાળકી બોરમાં પડી કેવી રીતે. બોરવેલનું કામ ચાલતુ હોય તો તેને ખુલ્લા કેમ છોડી દેવાય છે. બોરવેલની ફરતે વાડ કેમ કરવામાં આવતી નથી. બોરવેલ માટે તંત્રની કોઈ ગાઇડલાઇન જેવું છે કે નહી, જો હોય તો તેનું પાલન કેમ થતું નથી. શા માટે નિયમ પાલનમાં આટલી બેદરકારી દાખવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે અમરેલીના સુરગપુરાની સીમમાં આદિવાસી ખેતમજૂર પરિવારની દોઢ વર્ષની બાળકી 400 ફૂટ ઊંડા બોરમાં પડી ગઈ હતી. મૂળ દાહોદના ભનુભી કાકડિયી વાડીયા ખેતીકામ કરતાં કરણ અમલીયારની દોઢ વર્ષની પુત્રી આરોહી સાથે આ દુર્ઘટના બની હતી. આરોહી અન્ય બાળકો સાથે રમતારમતા આઠ ઇંચના વ્યાસવાળા બોરમાં અચાનક સરકૂ ગઈ હતી.

શરૂઆતમાં તો બાલકી સાત ફૂટે ફસાઈ હતી. તે સમયે બાળકોએ દેકારો કરતાં તેના પિતા દોડી આવ્યા હતા. તેમણે વાડીના માલિકને જાણ કરી હતી. તેમણે સીધું જ તંત્રને જાણ કરવાના બદલે સૌપ્રથમ બાજુના ટોડા ગામેથી જેસીબી બોલાવ્યુ હતુ. તેથી બોરની બાજુમાં ખાડો ગાળવાની શરૂઆત કરાઈ હતી. ભારે મશીનરીના ધમધમાટથી બાળકી વધુ ઊંડે સરકી ગઈ હતી અને 45 ફૂટે ફસાઈ હતી. તેના પછી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

બાળકીના પિતાએ જણાવ્યું હતું કે હું અને મારી પત્ની વાડીમાં કપાસનું કામ કરતાહતા. તે સમયે મારી પુત્રી રડવા લાગતા હું આવીને તેને સુવડાવી ગયો હતો. તેના પછી તે થોડીવારમાં જાગી ગઈ હતી અને અન્ય સાથી મજૂરોના બાળકો સાથે રમવા માંડી હતી. રમતારમતાં તે 10 ફૂટ દૂર બીજી વાડીના બંધ બોર પાસે પહોંચી હતી. ચાર વર્ષ પહેલા બનેલા બોર પર ઢાકેલા પથ્થરોને બાળકોએ રમતરમતમાં હટાવી દીધો હતો, તેના પગલે મારી પુત્રી બોરમાં પડી ગઈ હતી.

બાળકીના બંને પગ બોરમાં નીચે લટકતા હતા અને હાથ બે સાઇડમાં ફસાયા હતા તથા માથુ ઉપર હતુ. તેના લીધે ગાળિયો શરીરના કોઈપણ ભાગ સાથે ફસાવી શકાતો ન હતો. તેના કારણે બચાવ કામગીરીમાં પણ અડચણ આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ