છોટાઉદેપુર/ નદી વચ્ચે ફસાયે લાવ્યક્તિને બચાવવા કરાયુ દિલધડક રેસ્ક્યુ અને પછી…

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઓરસંગ નદી અચાનક બે કાંઠે થતા રણજીત નામનો વ્યક્તિ નદી વચ્ચે ફસાઇ ગયો હતો ફસાયેલ રણજીત ને બચાવવા રેસ્ક્યું ટીમ ઘટનાસ્થળે દોડી આવી

Top Stories Gujarat
3 1 નદી વચ્ચે ફસાયે લાવ્યક્તિને બચાવવા કરાયુ દિલધડક રેસ્ક્યુ અને પછી...

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઓરસંગ નદી અચાનક બે કાંઠે થતા રણજીત નામનો વ્યક્તિ નદી વચ્ચે ફસાઇ ગયો હતો. ફસાયેલ રણજીત ને બચાવવા રેસ્ક્યું ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને  નદીમાંથી સલામત રીતે તેનો આબાદબચાવ કરાયો હતો.

છોટાઉદેપુર નગર માં રહેતા રણજીત રાઠવા નામનો વ્યક્તિ  પોતાની ભેંસો ચરાવવા નિત્યક્રમ મુજબ  છોટા ઉદેપુર નગરની સામે આવેલા વાધસ્થળનાં જંગલમાં જતો હતો. આજે પણ તે પોતાના નિત્ય ક્રમ મુજબ ભેંસો ચરાવીને પરત ફરી રહ્યો હતો, તે  સમયે અચાનક નદી મા પાણી આવી ગયુ હતુ. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે  વહેતી થઈ હતી.

3 2 નદી વચ્ચે ફસાયે લાવ્યક્તિને બચાવવા કરાયુ દિલધડક રેસ્ક્યુ અને પછી...

આમ અચાનક ઓરસંગ નદીમાં પૂર આવતાં રણજીત નદીમાં ફસાઇ ગયો હતો. પોતાનો જીવ બચાવવા માટે તે પથ્થર પર ચઢી ગયો હતો. જો કે ત્યાં લાંબો સમય સુધી બચીને બેસી શકાય તેમ નહોંતુ. પરંતુ રેસ્કયુ ટીમને જાણ કરવામાં આવી હતી.

3 3 નદી વચ્ચે ફસાયે લાવ્યક્તિને બચાવવા કરાયુ દિલધડક રેસ્ક્યુ અને પછી...

આ ધટના ની જાણ થતાં લોકો નદીની વચ્ચો વચ્ચ ફસાયેલા યુવક ને બચાવવા ભેગા થઇ ગયા હતા. ઉપરાંત તત્કાલ ધોરણે રેસ્ક્યુની ટીમને જાણ કરવામાં આવી હતી. રેકસ્યુંની ટીમ સમય સર આવી પહોંચતા યુવકને  પૂર માંથી બહાર કાઢી  બચાવી લેવાયો હતો. રણજીતને બચાવવા માટે રેસ્ક્યુ કરી હેમખેમ નદી માથી બહાર કાઢી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.