Gujarat/ ભૂંડનું ટોળું ખેતરમાં દૌડી આવતા શખ્સે કરી ફાયરિંગ અને પછી થયુ કઇંક આવુ

પાટડી તાલુકાનાં ઝીંઝુવાડાનાં 65 વર્ષનાં આધાડે ખેતરનું ટોયાપણું રાખ્યું હતુ. જેમાં રાત્રીનાં અંધારામાં ભત્રીજા સાથે ખેતરમાં સૂતેલા આધેડે રાત્રીનાં અંધારામાં આવેલા જંગલી ભૂંડ પર ફાયરીંગ કરતા ભૂંડ પાછળ દોડતા ભત્રીજાને ગોળી વાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ…

Gujarat Others
નલિયા 37 ભૂંડનું ટોળું ખેતરમાં દૌડી આવતા શખ્સે કરી ફાયરિંગ અને પછી થયુ કઇંક આવુ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

પાટડી તાલુકાનાં ઝીંઝુવાડાનાં 65 વર્ષનાં આધાડે ખેતરનું ટોયાપણું રાખ્યું હતુ. જેમાં રાત્રીનાં અંધારામાં ભત્રીજા સાથે ખેતરમાં સૂતેલા આધેડે રાત્રીનાં અંધારામાં આવેલા જંગલી ભૂંડ પર ફાયરીંગ કરતા ભૂંડ પાછળ દોડતા ભત્રીજાને ગોળી વાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલીસે ગુન્હો દાખલ કરી આધેડ આરોપીની અટક કરી છે. પાટડી તાલુકાનાં ઝીંઝુવાડા ગામે રહેતા જેણુભા કુબેરસિંહ ઝાલા (ઉંમર વર્ષ- 65, મેરાણી પાર્ટી) એ પોતાના કૌટુંબિક ભત્રીજા યોગીરાજસિંહ લાલભા ઇન્દુભા કહરસિંહ ઝાલા સાથે ખેતરમાં ટોયાપણાંનુ કામ રાખ્યું હતુ.

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા ઝેણુભા કુબેરસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 65, મેરાણી પાર્ટી )એ પોતાના કૌટુંબિક ભત્રીજા યોગીરાજસિંહ લાલભા ઇન્દુભા કહરસિંહ ઝાલા સાથે ખેતરમાં ટોયાપણાંનુ કામ રાખ્યું હતુ. રવિવારે રાત્રે તેઓ બંને ખેતરમાં સૂતા હતા, ત્યારે રાત્રીનાં અંધારામાં ખેતરમાં જગંલી ભૂંડનું ટોળું આવી જતા ખેતરમાં સૂતેલા ઝેણુભા કુબેરસિંહ ઝાલા સફાળા જાગી ગયા હતા અને પોતાની લાયસન્સ વાળી બંદૂક લેવા દોડી ગયા હતા. એ સમયે એમનો કૌટુંબિક ભત્રીજો યોગરાજસિંહ ઉર્ફે લાલભા ઇન્દુભા ઝાલા ( ઉંમર વર્ષ- 22 ) પણ જાગી જઇ જંગલી ભૂંડને ભગાડવા એની પાછળ દોડ્યો હતો.

બીજી બાજુ 65 વર્ષનાં ઝેણુભા કુબેરસિંહ ઝાલાએ પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી અંધારામાં જંગલી ભૂંડ પર ફાયરીંગ કરતા ગોળી ભૂંડ પાછળ દોડી રહેલા 22 વર્ષનાં યોગરાજસિંહ ઉર્ફે લાલભા ઇન્દુભા ઝાલાનાં શરીરમાં વાગતા એ લોહિલુહાણ હાલતમાં ઢળી પડ્યાં હતા. આથી એને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાતા રસ્તામાં જ એમનું પ્રાણ પખેરૂ ઉડી જતા લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી દવાખાને લઇ જવામાં આવેલ. આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલિસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી 65 વર્ષનાં ઝીંઝુવાડાનાં આધેડ આરોપી ઝેણુભા કુબેરસિંહ ઝાલાની અટકાયત કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલિસ મથકનાં પીએસઆઇ વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યાં છે. ઝીંઝુવાડામાં જંગલી ભૂંડ પર ફાયરીંગની ઘટનાથી 22 વર્ષનાં યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટનાથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો