Fire/ મુંબઇના મોલમાં લાગી ભીષણ આગ, 12 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે

હિરાનંદાની પવઈના એક મોલમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

Top Stories India
6 16 મુંબઇના મોલમાં લાગી ભીષણ આગ, 12 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે

મુંબઈમાં ગુરુવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના હિરાનંદાની પવઈના એક મોલમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ પછી 12 ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.અધિકારીઓએ જણાવ્યું કે મોલમાં લેવલ-2 આગ લાગી છે, જેને કાબુમાં લેવામાં આવી રહી છે. ઈમારતમાં કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી. તેમજ કોઈ જાનહાનિના અહેવાલ નથી.હાલ ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે.

ઉલ્લેખનીય છે આ આગમાં હાલ કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પ્રાયાસ કરી રહી છે.