અમદાવાદ/ સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ,3 ફાયરમેન ઈજાગ્રસ્ત થયા

 રાજય માં કોરોના કેસ હવે ઘટતા  આગ ના બનાવો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદના  નરોડા વિસ્તારમાં આવેલ સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં મોડી રાતે આગ લાગી હતી. સ્થાનિકો એ ઘટના ની જાણ કરતા તે ઘટના સ્થળ પર પહોચી હતી .ભારે  અફરાતરફી બાદ ફાયરની 30 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈન્ક એનન […]

Ahmedabad Gujarat
Untitled 113 સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ,3 ફાયરમેન ઈજાગ્રસ્ત થયા

 રાજય માં કોરોના કેસ હવે ઘટતા  આગ ના બનાવો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદના  નરોડા વિસ્તારમાં આવેલ સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં મોડી રાતે આગ લાગી હતી. સ્થાનિકો એ ઘટના ની જાણ કરતા તે ઘટના સ્થળ પર પહોચી હતી .ભારે  અફરાતરફી બાદ ફાયરની 30 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈન્ક એનન નામની કંપનીમાં મધરાતે આગ લાગી હતી. જેમાં  ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત થયા છે.

નરોડા વિસ્તારની કંપનીમાં લાગેલી આગ અંગે ફાયરના ડિવિઝનલ ઓફિસર મનીષ મોડે જણાવ્યું કે, ઈન્ક એનોમ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ 3.30 વાગે મળ્યો હતો. આગની તીવ્રતા જોઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઈન્ક બનાવતી કંપની હોવાથી સોલવન્ટ અને કેમિકલ્સ હોવાથી આગ વિકરાળ બની હતી. જેમાં  ઘટનામાં અમારા 3 કર્મચારીઓને ઇજા પહોંચી છે. તેમને સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરાયા છે .