ભીષણ આગ/ જૂનાગઢની લેબોરેટરીમાં લાગી ભીષણ આગ,10 દર્દીઓને બચાવવામાં આવ્યા

જૂનાગઢ માં વહેલી સવારે ખાનગી લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો પાસેની કનેરિયા હોસ્પિટલમાં પણ પહોંચી ગયો હતો.

Top Stories Gujarat
JUNAGHADH જૂનાગઢની લેબોરેટરીમાં લાગી ભીષણ આગ,10 દર્દીઓને બચાવવામાં આવ્યા

જૂનાગઢની હોસ્પિ.માં લાગી આગ
SRL લેબોરેટરીમાં આગ લાગતા અફરાતફરી
હોસ્પિ.ના બીજા માળે લાગી આગ
આગ લાગતા દર્દીઓમાં ભયનો માહોલ
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

જૂનાગઢ માં વહેલી સવારે ખાનગી લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો પાસેની કનેરિયા હોસ્પિટલમાં પણ પહોંચી ગયો હતો. જેના કારણે દર્દીઓને ગુંગળામણ થવા લાગી હતી. જો કે ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બચાવી લીધા હતા. જો કે તેમાંથી ત્રણ દર્દીઓની હાલત ગંભીર છે.

જૂનાગઢમાં આવેલા દ્વારકાધીશ માર્કેટમાં પહેલા માળે આવેલી SRL ખાનગી લેબોરેટરીમાં સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. લેબની બાજુમાં જ કનેરિયા હોસ્પિટલ આવેલી છે. જેથી આગનો ધુમાડો કનેરિયા હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. ધુમાડો મોટા પ્રમાણમાં હોસ્પિટલમાં પહોંચતા દર્દીઓને ગૂંગળામણ થવા લાગી હતી. જેના પગલે હોસ્પિટલમાં દાખલ 10 જેટલા દર્દીઓને બહાર કાઢી લેવાયા હતા. 10 દર્દીઓમાંથી 3 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

જો ફાયર બ્રિગેડના જવાનોએ સમય સૂચકતા ન દાખવી હોત તો અનેક દર્દીઓની જિંદગી દાવ પર લાગી ગઈ હોત. દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં ફાયરના સાધનો એક્સપાયર થઈ ગયેલા છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમના સાધનો સમયસર કામ લાગી શક્યા નહોતા.

પાણીનો છંટકાવ પણ થઈ શક્યો નહોતો અને ફાયર બ્રિગેડના વાહનમાંથી સીડી પણ નહોતી ખુલતી તો દર્દીઓના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજાને તાળુ મારીને બહાર નીકળી ગયા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમને તાળા તોડીને દર્દીઓને બહાર કાઢવા પડ્યા હતા. જોકે ડૉક્ટરે સબ સલામતના દાવા કર્યા હતા.