Not Set/ નોયડા: ક્રાઈમ બ્રાંચના ઓફિસરોની રેટ લીસ્ટ વાયરલ; પૂરી યુનિટ થઇ ભંગ, પોલીસો વચ્ચે મારપીટ

નોયડા, ઉત્તરપ્રદેશ પોલીસમાં મોટી માત્રામાં પૈસા ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે.  એક-બે પોલીસકર્મી નહિ પરંતુ સંપૂર્ણ ગ્રેટર નોયડા પર જ આ ઉઘરાણીનાં ધંધામાં શામેલ થવાનો સંદેહ લગાવવામાં આવી રહ્યો છે.  નોયડા એસએસપી નાં આદેશ પર હાલ ત્યાંની પૂરી ક્રાઈમ બ્રાંચને ભંગ કરી દેવામાં આવી છે, અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આમ તો પોલીસ પર […]

Top Stories India
નોયડા: ક્રાઈમ બ્રાંચના ઓફિસરોની રેટ લીસ્ટ વાયરલ; પૂરી યુનિટ થઇ ભંગ, પોલીસો વચ્ચે મારપીટ

નોયડા,

ઉત્તરપ્રદેશ પોલીસમાં મોટી માત્રામાં પૈસા ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે.  એક-બે પોલીસકર્મી નહિ પરંતુ સંપૂર્ણ ગ્રેટર નોયડા પર જ આ ઉઘરાણીનાં ધંધામાં શામેલ થવાનો સંદેહ લગાવવામાં આવી રહ્યો છે.  નોયડા એસએસપી નાં આદેશ પર હાલ ત્યાંની પૂરી ક્રાઈમ બ્રાંચને ભંગ કરી દેવામાં આવી છે, અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આમ તો પોલીસ પર હંમેશા જ પૈસા ઉઘરાવવાના આરોપો લાગતા રહ્યા છે. પરંતુ આ વખતે તેમની નિયમિત રેટ લીસ્ટ સામે આવી છે. આ રેટ લીસ્ટ જણાવે છે કે પોલીસ કોઈ રીતે પોતાના ક્ષેત્રમાં કારોબારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવે છે. એટલું જ નહિ ક્રાયમ બ્રાંચની આ રેટ લીસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુકી છે.

આ રેટ લીસ્ટમાં સાફ-સાફ લખવામાં આવ્યું છે કે, ક્યાં કારોબરીથી કેટલા પૈસા મળે છે, અને પોલીસ કેટલી જગ્યાએથી કેટલા રૂપિયા ઉઘરાવે છે.  ઇન્સ્પેક્ટરથી લઈને એસપી સુધી પહોંચતા ખાતાના આ લીસ્ટમાં લેખાજોખા દર્શાવવામાં આવ્યા છે.

noidapolice421 051818043943 નોયડા: ક્રાઈમ બ્રાંચના ઓફિસરોની રેટ લીસ્ટ વાયરલ; પૂરી યુનિટ થઇ ભંગ, પોલીસો વચ્ચે મારપીટ

નોયડા પોલીસની પૂરી ક્રાઈમ બ્રાંચ ઉઘરાણીના ધંધામાં સંકળાયેલા છે.  સોશિયલ મીડિયા પર ઉડી રહેલી આ ક્રાયમ બ્રાન્ચની રેટ લીસ્ટ લખનૌમાં સીનીયર અધિકારીઓ સુધી પહોંચી હતી, ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. આ ઘટના પર તરત કાર્યવાહી કરતા તેમણે સંપૂર્ણ ક્રાયમ બ્રાન્ચને જ ભંગ કરી દીધી હતી.

એટલું જ નહિ પરંતુ નોયડા ક્રાયમ બ્રાંચના બધા પોલીસકર્મીઓને લાઈન હાજર કરી દેવામાં આવી છે.  શરૂઆતી જાણકારી અનુસાર, નોયડા ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓને બે પાર્ટ વચ્ચે વિતરણ દ્વારા ઉઘરાણી કરી પૈસાના વિતરણથી થયેલા વિવાદ બાદ આ રેટ લીસ્ટ સામે આવી હતી.

આ વિતરણમાં ગડબડ થવાથી પોલીસો વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉચિત પગલા લેવા માટે કોન્સ્ટેબલે ડીજીપીને આ લીસ્ટ મોકલી હતી.