વરસાદ/ ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં, 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યનાં 96 જળાશયો હાઇ એલર્ટ પર રાખવામાં આવેલા છે. રાજ્યમાં NDRF ની 17 ટીમ, SDRF ની 8 ટીમ તૈનાત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
11 282 ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં, 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાશે
  • સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
  • 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ થશે
  • વાવાઝોડુ 1 ઓક્ટોબરે પાક. તરફ ફંટાવાની શક્યતા

ગુજરાતમાં ‘ગુલાબ’ વાવાઝોડાની અસર ઘણા ભાગોમાં દેખાવા લાગી છે. જેને પગલે હવામાન વિભાગે ગુજરાતનાં ચાર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યારે દસ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ હતુ. આ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

11 283 ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં, 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો – મોટું નિવેદન / કોંગ્રેસએ ACવાળા રૂમમાં બેસીને રાજનીતિ કરવાનું બંધ કરી રસ્તા પર ઉતરવું જોઇએ : અભિષેક બેનર્જી

આપને જણાવી દઇએ કે, ગુલાબ વાવાઝોડાની અસર આવતી કાલે એટલે કે 1 ઓક્ટોબરે દેખાય તેવી પૂરી સંભાવનાઓ છે. આવતી કાલે ભારેથી અતિભારેે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો કે 1 ઓક્ટોબર બાદ ગુલાબ વાવાઝોડુ પાકિસ્તાન તરફ ફંટાય તેવી શક્યતાઓ છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી આજે સવારથી વરસાદનો વિરામ છે, જ્યારે અમદાવાદમાં આજેે સવારથી તડકો છે. જો કે આજે રાજકોટ સહિતનાં સ્થળે મુશળધાર તોફાની વરસાદ તૂટી પડયો છે તે માટે ગત રાત્રે ગુજરાતમાં ખંભાતનાં અખાત, સુરત પાસે આવી પહોંચેલા ગુલાબ વાવાઝોડાનાં ફૂલની ભારે વરસાદનાં આફતરૂપી પાંદડીઓ એટલે કે લોપ્રેસર અને તેની સાથે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હતું. હવામાન વિભાગ અનુસાર આ લો પ્રેસર સૌરાષ્ટ્ર મધ્યેથી પસાર થઈને કચ્છમાં થઈને દરિયામાં પહોંચશે તે સાથે જ તેની તાકાત ઘણી વધી જશે અને તે ક્રમશઃ વેલમાર્ક્ડ લોપ્રેસર, ડીપ્રેસન બાદ વાવાઝોડામાં ફેરવાય તેવી પૂરી શક્યતા છે.

  • વાવાઝોડાની અસર સામે પગલા
  • 96 જળાશયો હાઇએલર્ટ પર
  • એનડીઆરએફની 17 ટીમ તૈનાત
  • એસડીઆરએફની 8 ટીમ તૈનાત
  • ભરૂચ નેશનલ હાઇ-વે કરાયો બંધ
  • સાત સ્ટેટ હાઇ-વે પણ કરાયા બંધ

11 284 ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં, 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો – રાજકોટના માથે સૌથી વધુ ઘાત / કડાકા-ભડાકા સાથે સાંબેલાધારે ચાર ઈંચ વરસાદ વરસ્યો, મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં ત્રાટકેલા ગુલાબ વાવાઝોડાની અસર સામે પગલા લેવામાં આવ્યા છે. રાજ્યનાં 96 જળાશયો હાઇ એલર્ટ પર રાખવામાં આવેલા છે. રાજ્યમાં NDRF ની 17 ટીમ, SDRF ની 8 ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ભરૂચ નેશનલ હાઇ-વે આ વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી બંધ કરાયો છે, આ સિવાય સાત સ્ટેટ હાઇ-વે પણ બંધ કરાયો છે. જણાવી દઇએ કેે, ભારતમાં ભારે વરસાદ લાવે તેવી એક સાથે બે સીસ્ટમ સર્જાયેલી છે. દેશનાં પશ્ચિમે ગુજરાત પર લો પ્રેસર તો પૂર્વમા બંગાળ અને આજુબાજુમાં તેથી વધુ તાકાતવાળુ વેલમાર્ક્ડ લો પ્રેસરની સીસ્ટમ છે. આ બન્ને સીસ્ટમ વચ્ચે સમગ્ર દેશની મધ્યમાં આવેલા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ એમ પૂર્વ-પશ્ચિમનાં સમગ્ર પટ્ટા પર હવાનાં નીચા દબાણવાળો ભાગ) છે, જેના કારણે આ વિસ્તારોમાં મેઘરાજા ભરભાદરવે પૂરજોશમાં સક્રિય થયા છે.