અમરેલી/ મહિલા સાથે સંબંધ બાંધી ધમકી આપનાર વકીલ મુશ્કેલીમાં, કરાઈ ધરપકડ

સરકારી વકીલની કથિત બળાત્કારના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ વકીલ પર મહિલાને બ્લેકમેઈલ કરવાનો અને તેના પર બળાત્કાર ગુજારવાનો ગુનો લાગુ પડ્યો છે.

Gujarat Others
વકીલ

દેશભરમાં પોલીસની સાથે વકીલનો વ્યવસાય કરતા લોકોને મન આપવામાં આવે છે અને તેમનું કામ પણ આરોપીને સજા આપવાનું હોય છે, જેનાથી દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. પરંતુ આ સ્થિતિથી બિલકુલ વિપરીત જ કઇંક સામે આવે કે, વકીલ પોતે જ કેસમાં સંડવાયેલો હોય તો, તે એક અચરજ પરમાડી શકે છે.આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે, જેમાં એક સરકારી વકીલની કથિત બળાત્કારના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ વકીલ પર મહિલાને બ્લેકમેઈલ કરવાનો અને તેના પર બળાત્કાર ગુજારવાનો ગુનો લાગુ પડ્યો છે.

આ પણ વાંચો :કપડવંજ નડિયાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત

આ અંગે મળતી માહિતી મુજબ, પીડિત મહિલાનો સાવરકુંડલાની કોર્ટમાં કેસ ચાલતો હતો અને કોર્ટમાં આ કેસ આરોપી વકીલ અજય પંડ્યા જ જોતો હતો, જેથી  મહિલાને પોતાના કેસના સિલસિલામાં વકીલ અજયને વારંવાર મળવાનું થતું હતું. આ જ સમયમાં ગત 22 ઓગસ્ટે વકીલ અજય પંડ્યાએ અમરેલીમાં જિલ્લા પંચાયતની બાજુમાં આવેલી પોતાની ઓફિસ પર થયેલી મીટિંગ દરમિયાન મહિલા પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો અને આ આખી ઘટનાનો છૂપાઈને વીડિયો ઉતારી લીધો હતો.

આ પણ વાંચો : ગોધરાના ભેજાબાજની જાસૂસીના આરોપમાં ધરપકડથી જબરદસ્ત સન્નાટો..!!

આ ઘટના પછી બીજીવાર ગત 24 ઓક્ટોબરે જ્યારે વકીલ અજયે બોલાવી ત્યારે મહિલા ફરી તેની ઓફિસ પર ગઈ હતી. પીડિતા જ્યારે વકીલની ઓફિસ પહોંચી પછી તેની પાસે અજય પંડ્યાએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. જ્યારે મહિલાએ આનાકાની કરી તો અજયે તેમની અગાઉની મીટિંગ દરમિયાન ઉતારી લીધેલો વીડિયો બતાવ્યો હતો. આ પછી વકીલ અજયે મહિલાને ધમકી આપીને કહ્યું કે, જો તે શારીરિક સંબંધ બાંધવાની માગણી પૂરી નહીં કરે તો વીડિયો ઈન્ટરનેટ પર મૂકીને વાયરલ કરી દેશે, આ પછી ફરી એકવાર મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ હવે પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે સરકારી વકીલ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે અને વકીલની ધરપકડ પણ કરી છે.

આ પણ વાંચો : રાજકોટ કોર્પોરેશન દ્વારા દિવાળી પૂર્વે ડ્રાયફૂટના નમુના લેવાયા

આ પણ વાંચો :પ્રથમ ડોઝનો લક્ષ્યાંક 100 ટકા પૂર્ણ થતાં કોર્પોરેશનમાં ઉજવણી કરાઈ

આ પણ વાંચો :BSF ના ગદ્દાર કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજુર, પાકિસ્તાન પહોચાડતો હતો માહિતી