Cricket/ વેસ્ટ ઈન્ડિઝનાં આ ખેલાડીનાં ઘરે આવી એક નાની પરી, ફોટો શેર કરી જણાવ્યું નામ

કાર્લોસ બ્રેથવેટ પિતા બની ગયા છે, જેણે 2016માં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. બ્રેથવેટે તેની પુત્રીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને તેના ચાહકોને તેનું નામ પણ જાહેર કર્યું.

Sports
1 2022 02 08T102523.995 વેસ્ટ ઈન્ડિઝનાં આ ખેલાડીનાં ઘરે આવી એક નાની પરી, ફોટો શેર કરી જણાવ્યું નામ

કાર્લોસ બ્રેથવેટ પિતા બની ગયા છે, જેણે 2016માં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. બ્રેથવેટે તેની પુત્રીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને તેના ચાહકોને તેનું નામ પણ જાહેર કર્યું.

આ પણ વાંચો – PSL 2022 / આ લીગમાં જેસન રોયનો જોવા મળ્યો ખતરનાક અંદાજ, તોફાની બેટિંગથી બનાવી દીધા 57 બોલમાં 116 રન

ઓગસ્ટ 2019માં પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમનાર બ્રેથવેટ લાંબા સમયથી ટીમની બહાર છે. 2016માં ભારતમાં આયોજિત ICC T20 વર્લ્ડ કપની ફાઈનલમાં બ્રેથવેટે ઈંગ્લેન્ડનાં સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનાં સતત ચાર બોલમાં ચાર સિક્સર ફટકારીને વેસ્ટ ઈન્ડિઝને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રીનો ફોટો શેર કરતા બ્રેથવેટે લખ્યું, ‘નામ યાદ રાખો, ઇડન રોઝ બ્રેથવેટ. જન્મ તારીખ 6 ફેબ્રુઆરી 2022, પપ્પા વચન આપે છે કે તેઓ તમને હૃદયથી પ્રેમ કરશે. આભાર જેસિકા ફ્લેક્સી બ્રેથવેટ, તમે ખૂબ જ મજબૂત છો. મને ખાતરી છે કે તું સારી માતા બનીશ.’

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Swimming World Championships 2022 / આ દેશમાં વર્લ્ડ સ્વિંમિંગ ચેમ્પિયનશીપ યોજાશે,જાણો વિગત

બ્રેથવેટે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ ત્રણ ટેસ્ટ, 44 ODI અને 41 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. સતત ખરાબ ફોર્મનાં કારણે તે ટીમની બહાર થઈ ગયો છે. બ્રેથવેટે ટેસ્ટ, ODI અને T20 આંતરરાષ્ટ્રીયમાં અનુક્રમે 181, 559 અને 310 રન બનાવ્યા છે અને ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે એક, 43 અને 31 વિકેટ લીધી છે.