Not Set/ રાજકોટમાં વેક્સિનેશન માટે સિનિયરસિટિઝન ની જોવા મળી લાંબી લાઇન

રાજકોટમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં રોજ કેસની સંખ્યા 100ને પાર કરી જાય છે, ત્યારે રાજકોટ

Gujarat Rajkot
vlcsnap 2021 03 24 16h10m44s048 રાજકોટમાં વેક્સિનેશન માટે સિનિયરસિટિઝન ની જોવા મળી લાંબી લાઇન

રાજકોટમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં રોજ કેસની સંખ્યા 100ને પાર કરી જાય છે, ત્યારે રાજકોટ મનપા અને કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યાં અને કોરોના સંક્રમણને અટકાવવા ઘડી રહ્યા છે. કોરોના કહેર વચ્ચે શહેરમાં વેક્સિનેશન પણ વધારવામાં આવ્યું છે.  ત્યારે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં આજે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટિઝનો ઊમટી પડ્યા હતા .જેમાં સિનિયર સિટિઝનો ને વિનામુલ્યે વેક્સિનેશન આપવામાં આવશે.જેમાં દરેક કોર્પોરેટરને પોતાના વોર્ડમાં વેક્સિનેશન માટેની જવાબદારી સોંપાઈ હતી.

vlcsnap 2021 03 24 16h12m11s458 રાજકોટમાં વેક્સિનેશન માટે સિનિયરસિટિઝન ની જોવા મળી લાંબી લાઇન

 

રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં હેલ્થ સેન્ટર ખાતે રસીકરણપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 22 માર્ચ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 45થી 59 વર્ષની ઉંમરના 7531 કોમોર્બિડ લોકોને તેમજ 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના 48247 લોકોનું રસીકરણ કરાયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 45થી 59 વર્ષની ઉંમરના 10325 અને 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના 55725 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.