સુરેન્દ્રનગર/ શહેરમાં 3 માસ પહેલા વિદ્યાર્થીનીને અપહરણ કરી નાશી ગયેલો લંપટ શિક્ષક ઝડપાયો

સુરેન્દ્રનગર શહેરમાં 3 માસ પહેલા વિદ્યાર્થીનીને અપહરણ કરી નાશી ગયેલો ટયૂશન ક્લાસિસનો લંપટ શિક્ષક પોલિસના હાથે ઝડપાઇ ગયો છે. જેમાં ટ્યુશનમાં આવતી 16 વર્ષની સગીરા વિદ્યાર્થીનીને લઈ અપહરણ કરી શિક્ષક નાસી છૂટ્યો હતો

Gujarat
2 10 શહેરમાં 3 માસ પહેલા વિદ્યાર્થીનીને અપહરણ કરી નાશી ગયેલો લંપટ શિક્ષક ઝડપાયો

– ટ્યુશનમાં આવતી 16 વર્ષની વિદ્યાર્થીનીને લઈ અપહરણ કરી શિક્ષક નાસી છૂટ્યો હતો

સુરેન્દ્રનગર શહેરમાં 3 માસ પહેલા વિદ્યાર્થીનીને અપહરણ કરી નાશી ગયેલો ટયૂશન ક્લાસિસનો લંપટ શિક્ષક પોલિસના હાથે ઝડપાઇ ગયો છે. જેમાં ટ્યુશનમાં આવતી 16 વર્ષની સગીરા વિદ્યાર્થીનીને લઈ અપહરણ કરી શિક્ષક નાસી છૂટ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં 3 માસ પહેલા વિદ્યાર્થીનીને અપહરણ કરી નાશી ગયેલો લંપટ શિક્ષક પોલિસના હાથે ઝડપાઇ ગયો છે. સુરેન્દ્રનગર સીટી પોલીસે અમદાવાદથી લંપટ શિક્ષકની અટકાયત કરી જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યુશન ક્લાસિસમાં આવતી 16 વર્ષની સગીરા વિદ્યાર્થીનીને લઈ અપહરણ કરી સુનિલ દાવડા નામનો લંપટ શિક્ષક નાસી છૂટ્યો હતો. સુરેન્દ્રનગર પોલિસે ઝડપાયેલા લંપટ શિક્ષક વિરુદ્ધ પોસ્કો,બળાત્કાર અને અપહરણ સહિતના ગુના દાખલ કરી કાર્યવાહી શરૂ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલિસના હાથે ઝડપાયેલા લંપટ શિક્ષકથી વિધાર્થીનીને છોડાવી અને પોલીસે 3 માસ બાદ માતા પિતા સાથે મિલન કરાવ્યું હતુ. જ્યારે આ કેસમાં ઝડપાયેલા સુનિલ દાવડા નામના લંપટ શિક્ષકની વધુ તપાસ કરવા માટે પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આજથી ત્રણ માસ અગાઉ સુરેન્દ્રનગરમાંથી સુનિલ દાવડા નામનો એક લંપટ શિક્ષક 16 વર્ષની સગીરા વિદ્યાર્થીનીને લઈ અપહરણ કરી શિક્ષક નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ આ સગીરાના રોકકડ અને આક્રંદ સાથેની રજૂઆતથી પોલિસે પણ તાકીદે એક્શનમાં આવીને કાર્યવાહી હાથ ધરી સગીરા સાથે લંપટ શિક્ષકને અમદાવાદથી દબોચી લીધો હતો.