ભૂકંપ/ હૈતીમાં સતત બીજા દિવસે 5.8 ની તીવ્રતાનો ભૂંકપ, કુલ 727નાં મોત 1800થી વધુ ઘાયલ

ભૂકંપ બાદ દેશમાં  કેટલીક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો સપ્લાય ઓછો થઈ ગયો છે. કેટલીક હોસ્પિટલોમાં પણ મોટાપ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેનાથી ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં તકલીફ થઈ રહી છે

Top Stories
હૈતીમાં હૈતીમાં સતત બીજા દિવસે 5.8 ની તીવ્રતાનો ભૂંકપ, કુલ 727નાં મોત 1800થી વધુ ઘાયલ

હૈતીમાં સતત બીજા દિવસે પણ ધરા ધ્રુજી હતી . આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 5.8 માપવામાં આવી છે   ભૂંકપની ઘટનાઓમાં કુલ 727 લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો હજુ લાપતા છે.ભૂકંપનું કેન્દ્ર બિંદુ શહેરના ઉત્તર-પશ્ચિમમાં 41 કિલોમીટર દૂર સ્થિત હતું અને અંદાજે 30 કિલોમીટર જેટલું ઉડું હતું. શનિવારે આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી અને આ ઘટનામાં 300થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1800થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમેરિકાએ હૈતીને મદદ કરવાની બાંયધરી આપી છે.

ભૂકંપ બાદ દેશમાં  કેટલીક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો સપ્લાય ઓછો થઈ ગયો છે. કેટલીક હોસ્પિટલોમાં પણ મોટાપ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેનાથી ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં તકલીફ થઈ રહી છે. હાલ ઇજાગ્રસ્તોને ખુલ્લામાં સૂવડાવી સારવાર કરવામાં આવે છે. કેટલીક બિલ્ડિંગ પડી ગઈ છે. જેનું કારણે રેસ્ક્યૂ ઓપરેશન અત્યાર સુધી ચાલી રહ્યું છે.

કેરેબિયન દેશ હૈતીમાં શનિવારે પણ ભૂકંપના ભયાનક આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સીસ્મોલોજીએ શનિવારે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 304 લોકોના મોત થયા હતા. જ્યારે 1800થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ દેશના પશ્ચિમી વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી,