Earthquake/ ન્યૂઝીલેન્ડમાં આવ્યો 8.1 ની તીવ્રતાનો ભૂકંપ, સતત આંચકા અનુભવાતા ભયનો માહોલ

એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપ માનવ સંભ્યતા પર ભારી પડી રહ્યા  છે. દુનિયાભરમાં ભૂંકપ આવવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.

World
Mantavya 75 ન્યૂઝીલેન્ડમાં આવ્યો 8.1 ની તીવ્રતાનો ભૂકંપ, સતત આંચકા અનુભવાતા ભયનો માહોલ
  • ન્યૂઝીલેન્ડમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ
  • રાતે સતત આંચકા અનુભવાતા ભય
  • સ્થાનિકોમાં ભયનો માહોલ
  • ભૂકંપને પગલે સુનામીનું એલર્ટ જાહેર
  • સદનસીબે મોટા નુકસાનનાં સમાચાર નહીં
  • સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી

એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપ માનવ સંભ્યતા પર ભારી પડી રહ્યા  છે. દુનિયાભરમાં ભૂંકપ આવવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમા એક નામ ન્યૂઝીલેન્ડનું પણ ઉમેરાયુ છે. જી હા, ન્યૂઝીલેન્ડમાં 8.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઉત્તર આઇલેન્ડની પૂર્વમાં હતુ.

ન્યૂઝીલેન્ડનાં સમય અનુસાર સવારે 06:57 વાગ્યે આ ભયાનક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ છે. વળીપેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ પણ આટલા મોટા આંચકા બાદ સુનામીની ચેતવણી જારી કરી છે. લોકોને સમુદ્રનાં વિસ્તારો ખાલી કરી સલામત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ