Gujarat/ ચોટીલા હાઇવેથી કારની ડેકીમાં દારૂ ભરી જતો શખ્સ ઝબ્બે

ચોટીલા પંથકમાં વધતી જતી દારૂની બદીને અટકાવવા નાની મોલડી પીએસઆઇ ડી.બી.ચૌહાણની સુચનાને આધારે વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો…

Gujarat Others
નલિયા 23 ચોટીલા હાઇવેથી કારની ડેકીમાં દારૂ ભરી જતો શખ્સ ઝબ્બે

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

ચોટીલા પંથકમાં વધતી જતી દારૂની બદીને અટકાવવા નાની મોલડી પીએસઆઇ ડી.બી.ચૌહાણની સુચનાને આધારે વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ગોલ્ડન કલરની કારમા ઇગ્લીશ દારૂ ભરી લઇ જતો રાજકોટ માધાપર ચોકડી મહાવીર રેસીડન્સીમાં રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા નમનભાઇ બકુલભાઇ શાહ જાતે જૈન વાણીયાની ઝડપાયો હતો.

કારની ડેકીમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 55 કી.રૂ.16500,મોબાઇલ ફોન-1 અને કાર મળી કુલરૂ.67000ના મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.આ પકડાયેલ આરોપીની પુછતાછ દરમિયાન નાની મોલડી નજીક આવેલ સીમ વિસ્તારમાંથી આ જથ્થો ભરેલ હોવાનું જણાવતા સ્થાનિક વિસ્તારના બુટલેગરો સક્રિય બનેલ હોવાની આશંકા ઉદ્ભવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો