સુરેન્દ્રનગર/ દસાડા તાલુકાના રણ મધ્યે કરાયુ મેડિકલ કેમ્પનુ આયોજન

રણમાં આઠ મહિનાની સિઝન દરમિયાન રણ મા જ રહેતા અગરીયા બધુંના આરોગ્યની‌‌ સંભાળ રાખવા માટે યોજવામાં આવેલ કેમ્પ અગરીયાઓને આર્શીવાદ સમો બન્યો હતો.

Gujarat Others
આયોજન
  • દસાડા તાલુકા હેલ્થ કચેરી દ્વારા યોજાયો મેડિકલ કેમ્પ
  • અગરીયાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી
  • સ્થળ પર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા આવેલ કચ્છના નાના રણમાં મીઠુ પકવવામાં ગયેલ લોકોના આરોગ્યની સંભાળ માટે જોગડ શક્તિ રણ વિસ્તારમાં દસાડા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

WhatsApp Image 2023 12 27 at 5.55.03 PM દસાડા તાલુકાના રણ મધ્યે કરાયુ મેડિકલ કેમ્પનુ આયોજન

જેમાં જનરલ ઓપીડી સારવાર, ચામડીના રોગ,બાળ રોગ નિદાન સહિત આરોગ્ય લક્ષી તપાસ અને સારવાર આપવામાં આવી હતી ઉપરાંત આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં અગરીયાઓ લાભ લીધો હતો.

WhatsApp Image 2023 12 27 at 5.55.03 PM 1 દસાડા તાલુકાના રણ મધ્યે કરાયુ મેડિકલ કેમ્પનુ આયોજન

રણમાં આઠ મહિનાની સિઝન દરમિયાન રણ મા જ રહેતા અગરીયા બધુંના આરોગ્યની‌‌ સંભાળ રાખવા માટે યોજવામાં આવેલ કેમ્પ અગરીયાઓને આર્શીવાદ સમો બન્યો હતો. યોજાયેલ મેડિકલ કેમ્પમા વિવિધ નિષ્ણાત ડોક્ટર,તથા અગરીયા મહા સંઘના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: