સ્મૃતિવનની સફર/ 22 વર્ષ પહેલા કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપની યાદમાં તાજી કરાવતું સ્મૃતિવન સ્મારક,જાણો સમગ્ર વિગત

સ્મૃતિવન સંગ્રહાલય ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ ભુકંપગ્રસ્તો અને પરિસ્થિતિઓનું સંવેદના સ્મારક અને પ્રવાસીઓ અને મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Top Stories Gujarat Others
સ્મૃતિવન

જાપાનમાં ભૂકંપ પીડિતોની યાદમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યૂઝિયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની વાર્તાઓ, અને જીવનયાપન, અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવે છે. ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિઓનું વિગતવાર વર્ણન પણ કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકામાં તુલબાગ  અર્થક્વેક મ્યૂઝિયમ છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે સ્મૃતિવન સંગ્રહાલય ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ ભુકંપગ્રસ્તો અને પરિસ્થિતિઓનું સંવેદના સ્મારક અને પ્રવાસીઓ અને મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

99707e9d29b5ffca159bf9151cec8ef845c89db69a1e3bb4dd04d9479e59fbb0 22 વર્ષ પહેલા કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપની યાદમાં તાજી કરાવતું સ્મૃતિવન સ્મારક,જાણો સમગ્ર વિગત

૨૨ વર્ષ પહેલ આવેલા ગોજારા ભૂકંપે ગુજરા આખાને ઘમરોળી નાખ્યું હતું.

અને ભૂકંપનું એપી સેન્ટર કચ્છમાં હોવાથી સૌથી વધુ ખુવારી કચ્છી માંડુંઓના ભાગે આવી હતી. આજે ૨૨ વર્ષ બાદ ભુકંપની હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છનો ડંકો વિશ્વભરમાં વાગે છે. ભૂકંપમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છ ખાતે સ્મૃતિવન મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યુછે.

ભુજમાં રૂ. ૩૭૫ કરોડના ખર્ચે ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ  કુલ ૪૭૦ અને અત્યારે ૧૭૫ એકરમાં ભૂજિયા ડુંગરની તળેટી ખાતે બનાવવામાં આવ્યું છે. સ્મૃતિવન મેમોરીયલમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ ૧૦૨૦ નેમ પ્લેટો મુકવામાં આવી છે. તો તેમની યાદમાં ૩ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

5f23f39e9b1bcfcb993a17e7ecd5bfe43baa15f55798976099cda2924c7cad40 22 વર્ષ પહેલા કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપની યાદમાં તાજી કરાવતું સ્મૃતિવન સ્મારક,જાણો સમગ્ર વિગત

સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું  ભૂકંપ સંગ્રહાલય વિશ્વની ગતિશીલ અને ઉત્ક્રાંતિવાદી પ્રકૃતિ અને માનવજાતની પરિવર્તનશીલતાની સાક્ષી પુરે છે. આ ૨૦૦૧ના ભૂકંપનું  વિહંગમ- વિશાલ દ્રશ્ય ઊભું કરે છે. તો સાથે ભૂકંપની વિહવળતાથી  નવી પેઢીને વાકેફ પણ કરે છે.

એ ભયાનક ભૂકંપે કચ્છની વર્ષો જૂની સંસ્કૃતિના પાયા હચમચાવી નાખ્યાં  હતા . સ્મૃતિવનમાં સાત ગેલેરી આવેલી છે. આ સંગ્રહાલયમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી રજૂ કરવામાં આવે છે. જેથી કરીને પ્રવાસી અને મુલાકાતીઓને રજુ કરાએલી  વિષય-વસ્તુને સારી રીતે સમજી શકે.

cd8d6ff13761568ee81b5b6fc3b4c4a7882523f8920f161b67c444a88764caef 22 વર્ષ પહેલા કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપની યાદમાં તાજી કરાવતું સ્મૃતિવન સ્મારક,જાણો સમગ્ર વિગત

સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું ,ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. ૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે અહી એક વિશેષ થિયટેરનું  નિર્માણ કરવામાં આવ્યું છે. જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે.

સ્મૃતિવનમાં સ્થાનિક કલા કારીગરી, કચ્છી સંસ્કૃતિ અને   આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટીનો મુલાકાતીઓને ઉમદા અનુભવ મળશે. કચ્છમાં ઉછરતી આજની પેઢી અને આવનારી પેઢી પોતાની સંસ્કૃતિ અને કચ્છની  ખુમારીને સદૈવ યાદ રાખી શકે એ માટે ભૂકંપની ક્ષણને ફરી જીવંત જોવા અને રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોનો ઉપયોગ થી દર્શાવવામાં આવી છે.

6aa37a407aee5549b3176afd1ff829a1c4f3f577d56385d72970b43253281907 22 વર્ષ પહેલા કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપની યાદમાં તાજી કરાવતું સ્મૃતિવન સ્મારક,જાણો સમગ્ર વિગત

ગેલેરીઓમાં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને જીવાશ્મોનું પ્રદર્શન પણ વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.

આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની વિશેષતા એ છે કે સમય જતા લોકોન ચહલપહલથી તે વધુ મજબૂત અને સુંદર બનતો જાય છે.

આ મ્યુઝિયમમાં સાત ગેલેરી પૈકી

ગેલેરી-૧ પુનર્જન્મ-પુન:સંરચના:- સક્રિય ચળવળ દ્વ્રારા પૃથ્વીને પોતાના અસ્તિત્વને આકાર આપવો છે. અહી મુલાકાતીઓને શક્તિશાળી કુદરતી ઘટનાઓ અને પૃથ્વીની દરેક વખતની સ્થિતિસ્થાપકની ક્ષમતા વિશે ખ્યાલ મળશે.

ગેલેરી-૨ પુન:

પરિચય આમાં મુલાકાતી ટોપોગ્રાફી વિશે ઊંડી સમજણ અને ગુજરાતનું પરંપરાગત જ્ઞાન ફરીથી મેળવે છે.  ગુજરાત  ઘટનાઓ માટે સંવેદનશીલ છે અને કેવી રીતે વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને માણસે તે સમયે અપનાવ્યો તે બતાવે છે.

ગેલેરી -૩ પુન:પ્રાપ્તિ – પુન:પ્રત્યાવર્તન : 

૨૦૦૧ નો ભૂકંપ , ફેરફારો અને પડકારો દર્શાવતી આ ગેલેરીમાં મુલાકાતીઓને  ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ની ભયંકર સવારે જ્યારે પૃથ્વી ઘ્રૃજી ઉઠી હતી અને જેમના પગ નીચેથી જમીન ધસી ગઇ હતી તે લોકો અને વિનાશક  સ્થિતિઓ અને ભુકંપની સહાનુભુતિ કરાવવા વાળી આ બ્લોકમાંની  ગેલેરીઓ દ્વ્રારા રાષ્ટ્રિય અને આંતરાષ્ટ્રિય સ્તરે તેમજ વ્યક્તિઓ અને સંસ્થા દ્વ્રારા જંગી રાહતના પ્રયાસોની માહિતી પણ પુરી પાડે છે.

ગેલેરી -૪ પુન:નિર્માણ : 

લોકોને સક્ષમ બનાવવું , પ્રોત્સાહિત કરવું  આ બાબતો  આ ગેલેરીમાં જોઈ શકાય છે. ગુજરાત રાજ્ય આપતિ વ્યસ્થપન સંસ્થા (GSDMA) સખત જરૂરિયાતમાંથી જન્મ્યું છે. અને તેના પ્રયત્નો – પુન:નિર્માણની પ્રક્રિયા અહી સમજી શકાય છે.

ગેલેરી -૫ પુન:

વિચાર-પુનર્વિચાર કરો-ભવિષ્ય માટે તૈયારીની માનસિકતાઓનું નિર્માણ અહી જોઈ શકાશે. જ્યારે આપતિ આવે ત્યારે જાણવું એ અડધુ યુદ્વ જીત્યા બરોબર છે. આ જગ્યા પરથી વાર્તા અને માહિતીના પ્રસારણની વિવિધ રીતથી  મુલાકતી કંઇક શીખીને જાય એવો પ્રયાસ કરાયો છે. જે સમજી શીખીને મુલાકાતી  મ્યુઝીયમ છોડી ન જાય  અથવા અન્ય કોઇનો જીવ બચી શકે તે બાબતો રજુ કરાઈ છે.

ગેલેરી-૬  પુનર્જીવન -રિલીવ- ધરતીને પગ નીચેથી સરકતી અનુભવ કરવો:

આ ઘટના પ્રત્યે સમજણની ભાવના વિકસાવવા માટે બનાવેલ છે. આમા 5D સિમ્યુલેટર છે અને મુલાકાતીઓ આ સ્કેલ પર ઘટનાની વાસ્તવિકતા અનુભવે છે. સિમ્યુલેટર અનુભવ પોતાને અને તેમના પ્રિયજનો બચાવવા માટે યોગ્ય પગલાં લેવાની સમજ આપે છે.

ગેલેરી-૭ સ્મરણ અને પૂર્વનિરીક્ષણ : 

મુલાકાતી મ્યુઝિયમ છોડે તે પહેલા, છેલ્લી જગ્યા ખાસ કરીને તેમને યાદ કરીને રાખવા માટે જ્ગ્યા આપવા માટે બનાવવામાં છે જ્યાં મુલાકાતી સદગત આત્માઓને ડિજીટલ મશાલથી શ્રદ્ધાંજલિ આપી શકે છે. પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં જઈ ભોગ બનેલા મૃત નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નીકળશે જેને સમગ્ર ભુજ શહેર જોઇ શકશે.

આ પણ વાંચો:300 કરોડમાં બનેલા ટાવરને તોડવામાં આટલા કરોડો ખર્ચાયા, જાણો કેટલા ફ્લેટ બુક થયા અને કેટલાને મળ્યા રિફંડ

આ પણ વાંચો:કચ્છ જિલ્લાને નર્મદાના પાણીથી વંચિત રાખવા માટે અર્બન નકસલીઓ ઘણા પ્રયાસ કર્યા હતા: CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો:ક્યાંક બિગ સ્ક્રીન લાગી તો ક્યાંક ગરમાયું સટ્ટાબજાર, ચાહકોમાં પર ચઢ્યો સુપર સન્ડેનો ખુમાર