અમદાવાદ/ પિતા – પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના આવી સામે, સમાજ થયો શર્મસાર

ભારતીય સમાજ એક પિતા અને તેમની દીકરી વચ્ચેના સંબંધની કોઈ પરિભાષા હોતી નથી અને આ એક પવિત્ર સંબંધ ગણવામાં આવે છે,

Ahmedabad Gujarat
A 200 પિતા – પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના આવી સામે, સમાજ થયો શર્મસાર

ભારતીય સમાજ એક પિતા અને તેમની દીકરી વચ્ચેના સંબંધની કોઈ પરિભાષા હોતી નથી અને આ એક પવિત્ર સંબંધ ગણવામાં આવે છે, પરંતુ આજના આ ઘોર કળયુગમાં આ પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર સમાજ શર્મસાર થઇ ગયો છે.

આ ઘટના પર એક નજર કરીએ તો, કેટલાક દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક આધેડની 17 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ છે, ત્યારબાદ આ વીડિયોના આધારે મણિનગર પોલીસે લુધિયાણાના આધેડ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધી હતી.

જો કે ગુનો નોંધ્યા બાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં સામે આવ્યું છે કે, સગીરાના રીક્ષા અને બાઇક પર જતી હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા હતા અને પુરાવાઓને આધારે પોલીસે CCTV ફૂટેજની મદદથી સગીરાને શોધી લીધી હતી.

પોલીસને સગીરા મળ્યા બાદ તેની પૂછપરછમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં સગીરાએ જે જણાવ્યું હતું તે જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. સગીરાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, કુલદીપસિંહ સગીરાના પિતા ન હોવાનો ઘટસ્ફોટ તેણીએ જાતે જ કર્યો હતો અને કુલદીપસિંહ સગીરાને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતો હતો અને તેમાંથી પૈસા ભેગા કરીને સગીરાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરતો હોવાનું સગીરાએ પોલીસને જણાવ્યું હતું.

સગીરાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, તેણીના સાચા માતા-પિતા આસામમાં રહે છે. બન્ને વચ્ચે મનભેદ થતા તેઓ જુદા થઈ ગયા હતા. જેથી સગીરાને કુલદીપસિંહ તેની સાથે લઈ ગયો હતો. પિતાની ઉંમરના આધેડ દ્વારા અવારનવાર આચરવામાં આવતા દુષ્કર્મ અને માનસિક હેરાનગતિથી કંટાળીને તે નાસી ગઈ હતી.

આ બનાવ અંગે હવે મણિનગર પોલીસે સગીરાને મેડિકલ તપાસ માટે મોકલીને તેણીના પરિવારનો સંપર્ક કર્યો છે. જ્યારે, આરોપી કુલદીપસિંહની ધરપકડ કરીને અપહરણના આ ગુનામાં પોકસો સહિતની અન્ય કલમોનો ઉમેરો કરીને તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…