IND Vs NZ/ ‘એ મુહ સે સુપારી નિકાલ કર કે બાત કર રે બાબા’ દર્શકોને આ રીતે ટ્રોલ કરી રહ્યા છે વસીમ જાફર

લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન, કેમેરામેને કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ગુટખા ખાતા એક વ્યક્તિ તરફ કેમેરો ફેરવ્યો હતો. આ વીડિયો ફૂટેજ ખૂબ વાયરલ થયો છે.

Sports
જાફરે દર્શકોને કર્યા ટ્રોલ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કાનપુર ટેસ્ટનાં પહેલા દિવસે સ્ટેડિયમમાં બેસીને ગુટકા ખાતા એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા બનાવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે, જેના પછી મોટી સંખ્યામાં લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો – IND Vs NZ / ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવાનો શ્રેયસ ઐયર પાસે Chance, આ ખેલાડીઓની યાદીમાં જોડાશે નામ

કાનપુરમાં આજથી ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે શુક્રવારે બીજો દિવસ શરૂ થઇ ગયો છે. ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કરી રહેલા શ્રેયસ અય્યરે 75 રનની અણનમ ઈનિંગ રમી અને રવિન્દ્ર જાડેજા (50 અણનમ) સાથે 100થી વધુ રનની ભાગીદારી કરી છે. દિવસની રમતનાં અંતે ભારતે 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. આ ટેસ્ટ મેચનાં પ્રથમ દિવસે મેદાન પર હાજર દર્શકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. આ દરમિયાન કેમેરામેને એક વ્યક્તિનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જણાવી દઇએ કે, લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન, કેમેરામેને કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ગુટખા ખાતા એક વ્યક્તિ તરફ કેમેરો ફેરવ્યો હતો. આ વીડિયો ફૂટેજ ખૂબ વાયરલ થયો છે. ભારતનાં ભૂતપૂર્વ ઓપનર અને ટ્વિટર પર પોતાના મીમ્સ માટે પ્રખ્યાત વસીમ જાફરે આ તક હાથથી જવા ન દીધી. તેણે આ વ્યક્તિનો ફોટો બોલિવૂડની એક ફિલ્મનાં ફેમસ ડાયલોગ સાથે જોડી દીધો. ત્યારબાદ વસીમ જાફરે હેરાફેરીનાં બાબુ રાવનાં પાત્રનો ડાયલોગ પસંદ કર્યો અને ફોટામાં લખ્યું કે જે વ્યક્તિ આ ગુટખા ખાનાર સાથે ફોન પર વાત કરી રહ્યો છે તે કહી રહ્યો છે કે, ‘એ મુહ સે સુપારી નિકાલ કર કે બાત કર રે બાબા.’

આ પણ વાંચો – આરામની પળ / T20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી દરિયામાં Fishing કરતો જોવા મળ્યો

વસીમ જાફરનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ઘણા લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, હેરાફેરી ફિલ્મનાં કેટલાક ડાયલોગ્સ સોશિયલ મીડિયા પર મીમ્સ તરીકે ફેમસ છે. આનો ફાયદો ઉઠાવીને વસીમ જાફરે મોકા પર ચોક્કો ફટકાર્યો અને પોતાની ફની સ્ટાઈલથી લોકોને હસાવ્યા. આ પહેલા તેમણે ઝહીર ખાન સાથે ટ્વિટર પર ફની જવાબો પણ આપ્યા હતા. ક્રિકેટની દુર્લભ ક્ષણોને યાદ કરીને બન્ને ખેલાડીઓએ એકબીજાને ખૂબ ટ્રોલ કર્યા છે.

ટ્વિટર યુઝર્સ આ વ્યક્તિ વિશે ઉગ્રતાથી મીમ્સ બનાવી રહ્યા છે. જણાવી દઇએ કે, કાનપુર ટેસ્ટ મેચમાં ભારતની ઇનિંગ દરમિયાન, 71મી ઓવરની શરૂઆતમાં, કેમેરાનું ધ્યાન સ્ટેડિયમમાં બેઠેલા એક વ્યક્તિ પર હતું, જે ગુટખા ચબાવતો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફોન પર વાત કરતી વખતે વ્યક્તિ મોંઢુ હલાવી રહ્યો હતો.