દુર્ઘટનાને આમંત્રણ?/ ભુજમાં મોરબી હોનારત જેવી ઘટનાની રાહ જોતું પાલિકા તંત્ર

કચ્છમાં રણોત્સવમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આજ રસ્તે પસાર થતાં હોય છે,ત્યારે પાયાથી જર્જરિત પુલ હવે ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે

Gujarat Others
મોરબી

મોરબીમાં ઝૂલતા પુલની જે દુઃખદ ઘટના ઘટી જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ભુજના હૃદય સમા હમીરસર તળાવની આવ ઉપર આવેલ 1971માં બનેલ ક્રુષ્ણાજી પુલ પણ અનેક વર્ષોથી જર્જરિત હાલતમાં છે. આ પુલ પર વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે છતાંય તંત્ર મોરબી જેવી દુર્ઘટનાની રાહમાં હોય તેવી લાગી રહ્યું છે.

વરસાદની સિઝનમાં આવમાં આવતા પાણી અને હમીરસર તળાવનો નજારો જોવા માટે લોકોની આ પુલ પર ભારે ભીડ એકઠી થાય છે. તો સાથોસાથ કચ્છમાં રણોત્સવમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આજ રસ્તે પસાર થતાં હોય છે,ત્યારે પાયાથી જર્જરિત પુલ હવે ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે અને જાણે નગરપાલીકા મોરબીમાં જે ઘટના ઘટી તેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે. કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર જાગે તેવી શહેરીજનો દ્વારા માંગ ઉઠી રહી છે.

Untitled 5 1 ભુજમાં મોરબી હોનારત જેવી ઘટનાની રાહ જોતું પાલિકા તંત્ર

ગઈ કાલે જે બનાવ બન્યો એ આંખ ઉઘાડતો કિસ્સો છે. ભુજમાં ભાજપ શાસિત નગરપાલીકા છેલ્લાં 37 વર્ષથી છે. આ પુલ 1971માં બનેલો છે અને છેલ્લાં 5 વર્ષથી જર્જરિત હોતાં ટેન્ડર બહાર પડી રહ્યા છે પરંતુ કામ નથી થઈ રહ્યું.જો હમણાં સમારકામ કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ ઘટના ઘટશે ત્યારે તંત્ર જાગશે ?

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે, ક્રુષ્ણાજી પુલ જર્જરિત નથી તેની માત્ર દીવાલો જર્જરિત છે.મોરબીમાં જેવી હોનારત સર્જાઈ એવી અહીં નહીં સર્જાય. પુલનું કામ હમીરસર તળાવના બ્યુટીફીકેશન અંતર્ગત લેવામાં આવ્યું છે.આ બ્યુટીફીકેશનનું કામ 9 કરોડના ખર્ચે થવાનું છે. જે હાલમાં સરકારની વહીવટી પ્રક્રિયામાં અટકેલું છે. ભુજ નગરપાલિકાની ગત ટર્મની બોડીએ 15મા નાણાપંચ હેઠળ આ પુલ માટે ટેન્ડરિંગ કર્યું હતું અને રાજકોટની પાર્ટીને આ પુલનું ટેન્ડર લાગ્યું હતું. પરંતુ 15માં નાણાપંચમાં ગ્રાન્ટ ના હોવાથી રાજકોટની પાર્ટી એ કામ કર્યું ન હતું. આ વર્ષે નગરપાલિકાની ટીમ દ્વારા પુલની ચકાસણી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં સમારકામ કરીને પુલનું કામ કરવામાં આવશે.

આ પણ વાંચો:PM મોદી ઘાયલોને મળવા મોરબી હોસ્પિટલ પહોંચ્યા, CM સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

આ પણ વાંચો:PM મોદીના આગમન પહેલા કપડાથી ઢાંકવામાં આવ્યા OREVA કંપનીના બોર્ડ

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા, ઘટના સ્થળનું કર્યું હવાઈ સર્વેક્ષણ