Gujarat/ મેમનગરમાં કપાયેલી હાલતમાં માનવ પગ મળી આવતા ચકચાર

મેમનગર વિસ્તારમાં દિવ્યપથ સ્કૂલ પાસે જૈન દેરાસર નજીકની ખુલ્લી વેરાન જગ્યામાંથી કપાયેલો માનવ પગ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા…..

Ahmedabad Gujarat
C to B 4 મેમનગરમાં કપાયેલી હાલતમાં માનવ પગ મળી આવતા ચકચાર

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

મેમનગર વિસ્તારમાં દિવ્યપથ સ્કૂલ પાસે જૈન દેરાસર નજીકની ખુલ્લી વેરાન જગ્યામાંથી કપાયેલો માનવ પગ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોમાં હત્યા કરી લાશના ટુકડા ખેતરમાં ફેકયાની ચર્ચાએ જોર પકડતા લોકો સ્થળ પર એકત્ર થવા લાગ્યા હતા.બનાવને પગલે ઘાટલોડિયા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લેવાઈ હતી. પ્રાથમિક તપાસમાં કપાયેલા પગ પર સર્જીકલ કટિંગના નિશાન મળ્યા છે. આમ કોઈ વૃધ્ધ વ્યક્તિનો પગ ઓપરેશન કરી કાપી નાંખ્યા બાદ હોસ્પિટલ સ્ટાફે ખુલ્લી જગ્યામાં ફેકયાનું અનુમાન થઈ રહ્યું છે. સ્થાનિકો ખુલ્લા અને વેરાન ખેતરની જગ્યામાં આવતા જતા અસામાજિક તત્વોને લઈ વર્ષોથી પરેશાન છે.જેને પગલે આ સ્થળ પર કાયમી પોલીસ પોઇન્ટ મુકાય તેવી લોકોની માંગણી છે. ઘાટલોડિયા પોલીસને કપાયેલો માનવ પગ મળ્યાનો મેસેજ મળતા બપોરે સ્થળ પર પોલીસ ટીમ પહોંચી હતી. પોલીસ તપાસમાં પ્લાસ્ટિકના કોથળામાં કપાયેલો માનવ પગ અને મીઠું હતું.

પોલીસે આ અંગે કપાયેલો માનવ પગ મળ્યાની નોંધ કરી હતી. પોલીસે એફએસએલની અધિકારીને સ્થળ બોલાવ્યા હતા. પ્રાથમિક અભિપ્રાયમાં કપાયેલો પગ ઓપરેશન કરી છૂટો કરવામાં આવ્યાનું એફએસએલએ જણાવ્યું હતું. ટીમને કપાયેલા પગ પર સર્જીકલ કટ માર્ક મળ્યા હતા. ડોગ સ્કોડની ટીમની પણ અન્ય માનવ અંગ ખેતરમા દાટયા કે ફેંકી દીધા હોય તો શોધવા માટે મદદ લેવાઈ હતી. જોકે કપાયેલા પગ સિવાય અન્ય કોઈ માનવ અંગ સ્થળ પરથી મળ્યા નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Gujarat: ટ્રક સાથે અકસ્માતમાં માતાની નજર સમક્ષ પુત્રીનું કમકમાટી ભર્યુ મોત

Gujarat: ઉનામાં ચીખલી ગામે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લુ, 100 મરઘાને જીવતા કરાયા દફન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો