funeral/ માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને કરાયા સુપુર્દ-એ-ખાક, રાહુલ સહિત અનેક નેતાએ આપી હાજરી

વતન પીરામણ ગામના સુન્ની વહોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાનમાં માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને સુપુર્દ-એ-ખાક કરાયા હતા. અહમદ પટેલના નિધનથી ગુજરાત

Top Stories Gujarat Others
ahmed patel માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને કરાયા સુપુર્દ-એ-ખાક, રાહુલ સહિત અનેક નેતાએ આપી હાજરી

વતન પીરામણ ગામના સુન્ની વહોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાનમાં માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને સુપુર્દ-એ-ખાક કરાયા હતા. અહમદ પટેલના નિધનથી ગુજરાત અને કોંગ્રેસના નેતાઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમનો પાર્થિવ દેહ આવતા જ પીરામણ ગામમાં ગમગીન માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ વિદાયમાં જોડાયા હતા.

અહમદ પટેલના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લાવીને 10 મિનીટ માટે ઘરમાં અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. પીપીઈ કીટ પહેરીને તેમનો પાર્થિવ દેહ ઘરમાં લાવવામાં આવ્યો હતો. જેના બાદ તરત તેમની અંતિમયાત્રા નીકળી હતી અને તેઓને કબ્રસ્તાન તરફ લઈ જવાયા હતા. જ્યાં સૌથી પહેલા નમાઝ પઢવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ અહેમદ પટેલને કાંધ આપી હતી, તો સોનિયા ગાંધીએ તેમના માટે પુષ્પ મોકલ્યા હતા. રાહુલ ગાંધી પણ પગપાળા કબ્રસ્તાન સુધી જઈને દિગ્ગજ નેતાની અંતિમ સફરમાં જોડાયા હતા. કોંગ્રેસનાં નેતા રાહુલ સહિત રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહીલ, ભૂપેશ બધેલ, હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાની સહિતના અનેક નેતાઓ પગપાળા તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝે ગમગીની હૃદયે પિતાને વિદાય આપી હતી. તો સાથે જ અશ્રુભીની આંખે કોંગ્રેસના નેતાઓએ તેમને વિદાય આપી હતી.

જુઓ આ વીડિયો અહેવાલ પણ…

.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…