Not Set/ રાજકોટ/ સગીરા પર તેના જ પ્રેમીના મિત્રોએ આચર્યુ દુષ્કર્મ, બાદમાં થયું આવું……

રંગીલા રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. હત્યા, ચોરી, આત્મહત્યા અને રેપ જેવી ઘટનાનો અવારનવાર સામે આવતી રહે છે ત્યારે વધુ એક રેપની ઘટના સામે આવી છે, જ્યાં એક સગીરા પર તેના જ પ્રેમીના મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટના આકાશવાણી ચોક પાસે રહેતી […]

Rajkot Gujarat
Untitled 37 રાજકોટ/ સગીરા પર તેના જ પ્રેમીના મિત્રોએ આચર્યુ દુષ્કર્મ, બાદમાં થયું આવું......

રંગીલા રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. હત્યા, ચોરી, આત્મહત્યા અને રેપ જેવી ઘટનાનો અવારનવાર સામે આવતી રહે છે ત્યારે વધુ એક રેપની ઘટના સામે આવી છે, જ્યાં એક સગીરા પર તેના જ પ્રેમીના મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટના આકાશવાણી ચોક પાસે રહેતી ધો.10માં અભ્યાસ કરતી સગીરા બે દિવસ સુધી ગુમ રહ્યા બાદ સોમવારે ઘરે પહોંચી હતી. સગીરા ઘરે પરત આવ્યા બાદ તેના માતા-પિતાએ તેની પુછપરછ કરી, ત્યારે સગીરાએ જે જણાવ્યું તેનાથી પરિવારના દરેક લોકો ખળભળી ગયા હતા. યુનિવર્સિટી પોલીસે સગીરાને સાંત્વના પાઠવી શાંતિપૂર્વક રીતે માહિતી મેળવી હતી. જેમાં સગીરાની કેફીયત સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી.

આપને જણાવીએ કે જ્યારે સગીરાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, પોતે ઘરેથી નીકળી ગઇ હતી અને તેના પ્રેમી રાહુલને પોતાને લઇ જવા માટે ફોન કર્યો હતો. પરંતુ તેણે એક વખત વાત કર્યા બાદ ફોન રીસીવ ન કરતા તેણીએ પ્રેમીના મિત્ર દિનેશ ભરવાડને ફોન કરી મદદ માંગતા તે પણ દૂર હોઇ તેણે બીજા મિત્ર રિક્ષાચાલક મુકો ઉર્ફે પ્રિતમ ભરવાડને મદદ માટે કોલ કર્યો હતો.

મુકો ઉર્ફે પ્રિતમે સગીરાને રીક્ષામાં બેસાડી રેસકોર્ષ રીંગ રોડ તથા બીજા વિસ્તારમાં ફેરવી હતી અને રૈયાધારની પાછળ નવા બનતા બિલ્ડીંગ પાસે મજુરની ઓરડી ખાલી પડી હતી ત્યાં લઇ જઈને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં મોડી રાત્રે દિનેશ ઉર્ફે રવિ ભરવાડે આવી પણ બળાતકાર ગુજાર્યો હતો.

 જે બાદ સોમવારે સગીરાની નિવેદન લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી  દિનેશ અને મુકોની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.