Not Set/ ચોંકાવનારું તારણ/ ડેંગ્યુનો ભોગ 5થી 15 વર્ષના બાળકો વધારે બની રહ્યાં છે

રાજ્યમાં ડેંગ્યુની બીમારી હાહાકાર મચાવી રહી છે ત્યારે એવું તારણ સામે આવી રહ્યું છે કે આ જીવલેણ બીમારીનો ભોગ બાળકો અને સગીર વયનાઓ વધારે બને છે.અમદાવાદ સ્થિત બી.જે. મેડિકલ કોલેજના રિસર્ચર દ્વારા કરવામાં આવેલા સ્ટડી પ્રમાણે, 2010થી 2016 વચ્ચે નોંધાયેલા 6,434 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. રિસર્ચ પ્રમાણે, 5થી14 વર્ષના શાળાએ જતા બાળકો ડેન્ગ્યુનો શિકાર ઝડપથી […]

Ahmedabad Gujarat
aa 8 ચોંકાવનારું તારણ/ ડેંગ્યુનો ભોગ 5થી 15 વર્ષના બાળકો વધારે બની રહ્યાં છે

રાજ્યમાં ડેંગ્યુની બીમારી હાહાકાર મચાવી રહી છે ત્યારે એવું તારણ સામે આવી રહ્યું છે કે આ જીવલેણ બીમારીનો ભોગ બાળકો અને સગીર વયનાઓ વધારે બને છે.અમદાવાદ સ્થિત બી.જે. મેડિકલ કોલેજના રિસર્ચર દ્વારા કરવામાં આવેલા સ્ટડી પ્રમાણે, 2010થી 2016 વચ્ચે નોંધાયેલા 6,434 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. રિસર્ચ પ્રમાણે, 5થી14 વર્ષના શાળાએ જતા બાળકો ડેન્ગ્યુનો શિકાર ઝડપથી બને છે.

આ અભ્યાસ બી. જે. મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસીન ડિપાર્ટમેન્ટના શીખા જૈન,ગ્રીષ્મા દીક્ષિત તેમજ અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ જંતુશાસ્ત્રી વિજય કોહલી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

આ તારણ પ્રમાણે 5 થી 15 વર્ષના સગીરો ડેન્ગ્યુનો ભોગ વધારે બની રહ્યા છે.અભ્યાસના તારણ પ્રમાણે અમદાવાદ શહેરના ડેન્ગ્યુના દર્દીઓના આંકડા દર્શાવે છે કે, ડેન્ગ્યુની ચપેટમાં આવનારા 41% દર્દીઓ 5-14 વર્ષની ઉંમરના હતા. બી.જે. મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસીનના રિસર્ચરોએ શોધ્યું કે, એક લાખની વસ્તીમાં શાળાએ જતા બાળકોના ડેન્ગ્યુ કેસનો દર 2.62 છે. ડેન્ગ્યુના કારણે આ ઉંમરના બાળકોનો મૃત્યુદર પણ ઊંચો છે. એકદંરે એક લાખની વસ્તીમાં ડેન્ગ્યુનો દર 16.3 છે.

15-44 વર્ષની વયમર્યાદામાં પ્રતિ એક લાખની વસ્તીએ ડેન્ગ્યુના કેસનો દર 17.3 છે. 14 વર્ષ સુધીની ઉંમરનો મૃત્યુદર સૌથી વધુ 57.9% જોવા મળ્યો. ત્યારબાદના 15-44 વર્ષના લોકોમાં મૃત્યુદર 36.84% નોંધાયો. મહિલાઓ કરતાં પુરુષોમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

2019માં 1 ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 4,195 કેસ નોંધાયા છે. જેમાં 9-14 વર્ષની વયના બાળકોનો આંકડો નોંધપાત્ર છે. ત્યારબાદ 5-8 વર્ષના બાળકો ડેન્ગ્યુના દર્દીઓ હોવાનું માલૂમ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.