Not Set/ CAA/ જામીયાનાં કુલપતિ નઝમા અખ્તરે વિદ્યાર્થીઓની લડતમાં સાથ આપવાની કહી વાત

દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને નાગરિકત્વનાં કાયદા સામે યુનિવર્સિટીનાં કુલપતિનો ટેકો મેળવ્યો છે. જામિયાનાં વાઇસ ચાન્સેલર નઝમા અખ્તરે અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓની તરફેણમાં એક વીડિયો સંદેશ જારી કર્યો છે, જેને રવિવારે જામિયા વિસ્તારમાં હિંસક વિરોધ પછી છોડી દેવામાં આવ્યા હતા. જામિયાનાં કુલપતિ નઝમા અખ્તરે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે મારા વિદ્યાર્થીઓ સાથે જે રીતે […]

Top Stories India
Nazma Akhtar1 CAA/ જામીયાનાં કુલપતિ નઝમા અખ્તરે વિદ્યાર્થીઓની લડતમાં સાથ આપવાની કહી વાત

દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને નાગરિકત્વનાં કાયદા સામે યુનિવર્સિટીનાં કુલપતિનો ટેકો મેળવ્યો છે. જામિયાનાં વાઇસ ચાન્સેલર નઝમા અખ્તરે અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓની તરફેણમાં એક વીડિયો સંદેશ જારી કર્યો છે, જેને રવિવારે જામિયા વિસ્તારમાં હિંસક વિરોધ પછી છોડી દેવામાં આવ્યા હતા. જામિયાનાં કુલપતિ નઝમા અખ્તરે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે મારા વિદ્યાર્થીઓ સાથે જે રીતે બર્બરતા કરવામાં આવી છે તેનાથી હું દુઃખી છું. હું મારા વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તેઓ આ લડતમાં એકલા નથી. હું તેમની સાથે છું હું શક્ય તેટલું આ બાબતને આગળ લઈ જઇશ.

વળી, સમાચાર એજન્સી અનુસાર, જામિયા મિલિયા ઇસ્લામિયા વાઇસ ચાન્સલર નઝમા અખ્તરે જણાવ્યું હતું કે, લાઇબ્રેરીમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને વિરોધ કરનારાઓ વચ્ચે પોલીસ ભેદ પારખી શકી નહીં. અનેક વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઈજા પહોંચી હતી. ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસે પરવાનગી પણ લીધી ન હોતી. હું મારા વિદ્યાર્થીઓની સલામતી અને શાંતિ માટેની આશા રાખું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જામિયાનાં વિદ્યાર્થીઓએ આજનાં પ્રદર્શન માટે હાકલ કરી નથી. મને કહેવામાં આવ્યું છે કે, આ કોલ જામિયા નજીકની કોલોનીઓથી આવ્યો હતો. તેમનો પોલીસ સાથે સંઘર્ષ થયો અને યુનિવર્સિટીનો ગેટ તોડીને પ્રવેશ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરો, આપણે બધા સાથે છીએ.

ઉલ્લેખનીય છે કે, હિંસક અથડામણ બાદ જામિયાની અંદરથી પોલીસે 50 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. દક્ષિણ પૂર્વ દિલ્હીનાં નાયબ પોલીસ કમિશનર ચિન્મય બિસ્વાલે કહ્યું કે અટકાયત કરાયેલા 35 વિદ્યાર્થીઓને કાલકાજી પોલીસ સ્ટેશનથી મુક્ત કરવામાં આવ્યા છે. વળી, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાંથી 16 વિદ્યાર્થીઓને પણ મુક્ત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.