Mann ki Baat/ મિતાલી રાજને 10 હજાર રન પૂરા કરવા બદલ PM મોદીએ અભિનંદન પાઠવ્યા

આજે 28 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, વર્ષ 2021 નો આ ત્રીજો એપિસોડ અને આજ સુધીનો 75 મો એપિસોડ હતો.

Top Stories Trending
Untitled 125 મિતાલી રાજને 10 હજાર રન પૂરા કરવા બદલ PM મોદીએ અભિનંદન પાઠવ્યા

આજે 28 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, વર્ષ 2021 નો આ ત્રીજો એપિસોડ અને આજ સુધીનો 75 મો એપિસોડ હતો. આ દરમિયાન વડા પ્રધાને આઝાદીનાં અમૃત મહોત્સવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ તહેવાર 2023 સુધી ચાલશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે કોરોના સામેનાં યુદ્ધને જીતવા માટે દેશને દવાઇ અને કડાંઈને જીવવું પડશે.

ક્રિકેટ ઈતિહાસ / ક્રિકેટની રમતને મળી છે આજનાં દિવસે ઘણી યાદગાર પળો, જાણો વિસ્તારમાં

વડા પ્રધાન મોદીએ 2014 માં શરૂ થયેલા માસિક રેડિયો કાર્યક્રમ સાથે જોડાયેલા રહેવા માટે લોકોનો આભાર માન્યો હતો. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધન દરમિયાન કોરોના વાયરસ સંક્રમણ સામે લડતા આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે વિશેષ આદર વ્યક્ત કર્યો હતો અને લોકોને રોગને રોકવા માટે રસી અપાવવાની પ્રેરણા આપી હતી. આ સમય દરમિયાન વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવા બદલ મહિલા ક્રિકેટર મિતાલી રાજને અભિનંદન પાઠવ્યા હતા અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે, ગયા મહિને 28 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી હતી. તેમણે પાણીનાં મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતુ કે પાણી એક રીતે, પારસ કરતા વધુ મહત્વપૂર્ણ છે.

Election / બંગાળમાં મતદાન વચ્ચે હિંસા, TMC સમર્થકોનો પથ્થરમારો, પોલીસે 10 લોકોની કરી ધરપકડ

વડા પ્રધાન  મોદીએ પોતાના સંબંધોનમાં જાણો શું કહ્યુ?

વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન મહિલા ક્રિકેટર મિતાલી રાજનાં 10,000 રન પૂરા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, ‘મિતાલી જી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તે રસપ્રદ છે કે માર્ચ મહિનામાં, જ્યારે અમે મહિલા દિનની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ઘણી મહિલા ખેલાડીઓએ ચંદ્રકો અને રેકોર્ડ પોતાના નામે કર્યા છે.’ તેમણે કહ્યું, “આજે શિક્ષણથી માંડીને ઉદ્યમવૃત્તિ સુધી, સશસ્ત્ર દળોથી વિજ્ઞાન અને તકનીકી સુધી, દેશની દિકરીઓ પોતાની એક અલગ ઓળખ બનાવી રહી છે.”

દેશમાં વધતો કોરોના સંક્રમણને લઇને વડા પ્રધાન મોદીએ લોકોને રસીકરણ કરાવવુ જોઇએ તે માટે પ્રેરિત કર્યા તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે સમ્માન વ્યક્ત કર્યુ. તેમણે કહ્યું, ‘ગયા વર્ષે માર્ચનાં જ મહિને, દેશમાં પહેલી વાર જનતા કર્ફ્યુ શબ્દ સાંભળવામાં મળ્યો હતો. પરંતુ આ મહાન દેશનાં મહાન પ્રજાની મહાન શક્તિનો અનુભવ જુઓ, આ જનતા કર્ફ્યુ સમગ્ર વિશ્વ માટે આશ્ચર્યજનક બની ગયું હતું. આ શિસ્તનું અભૂતપૂર્વ ઉદાહરણ હતું, આવનારી પેઢીઓને ચોક્કસપણે આ બાબતે ગર્વનોન અનુભવ થશે.’

AMCનો નિર્ણય: અમદાવાદમાં હોળીનાં પર્વ પર તમામ ક્લબ,સ્વિમિંગ પુલ,પાર્ટી પ્લોટ બંધ

તેમણે કહ્યું, ‘તે જ રીતે, આદર, સમ્માન, થાળી વગાડવી, તાળીઓ પાડવી, અમારા કોરોના વોરિયર્સ માટે દીવો પ્રગટાવવો, તમને કદાચ કોઈ ખ્યાલ નહી હોય કે તે કોરોના લડવૈયાઓનાં હૃદયને કેટલું સ્પર્શી ગયું હતું, અને તે જ કારણ છે, કે તે ગત વર્ષ થાક્યા વિના, રોકાયા વિના પોતાના કામને કરતા જ રહ્યા.’ “તેમણે કહ્યું, “આ બધાની વચ્ચે, કોરોના સાથે લડવાનો મંત્ર યાદ રાખો – “દવાઇ પણ ​​- કડ઼ાઇ પણ.” પોતાના સંબોધન દરમિયાન તેમણે દિલ્હી સહિત દેશનાં ઘણા ભાગોમાં વૃદ્ધોને રસી અપાવવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ‘મન કી બાત’ કાર્યક્રમની 75 માં એપિસોડ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશમાં અમૃત મહોત્સવની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘આઝાદીનાં લડવૈયાની સંઘર્ષ ગાથા હોય, કોઈ સ્થાનનો ઇતિહાસ હોય, દેશની સાંસ્કૃતિક વાર્તા હોય,’ અમૃત મહોત્સવ’ દરમિયાન તમે તેને દેશની સામે લાવી શકો છો, તેની સાથે તે દેશવાસીઓને જોડવાનું માધ્યમ બની શકે છે. તમે જોશો, ‘અમૃત મહોત્સવ’ જોતાની સાથે જ તે આવા પ્રેરણાદાયક અમૃત બિંદુઓથી ભરાઈ જશે, અને પછી આવા અમૃત પ્રવાહ વહેશે જે ભારતની આઝાદીનાં સો વર્ષો માટે પ્રેરણારૂપ હશે.’ વડા પ્રધાન મોદીએ કહ્યુ કે, આઝાદીની લડતમાં આપણા લડવૈયાઓએ એટલું સહન એટલા માટે કર્યું કારણ કે તેઓ દેશ માટે ત્યાગ અને બલિદાનને તેમનું કર્તવ્ય માનતા હતા. તેમના ત્યાગ અને બલિદાનની અમર કથાઓ હવે આપણને કાયમી ફરજનાં માર્ગે પ્રેરણા આપે.

પશ્ચિમ બંગાળ / ભાજપના આ સાંસદ પર ફેંકવામાં આવ્યો કેમિકલ વાળો રંગ, TMC કાર્યકરો પર લાગ્યા આરોપ  

વડા પ્રધાન મોદીએ તેમના સંબોધન દરમિયાન લાઇટહાઉસ ટૂરિઝમનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ‘મન કી બાત દરમિયાન, મેં ઘણી વખત પર્યટનનાં વિવિધ પાસાઓ વિશે વાત કરી છે, પરંતુ તે લાઈટ હાઉસ ટૂરિઝમનાં દૃષ્ટિકોણથી તદ્દન અલગ છે. લાઇટ હાઉસ હંમેશાં તેની ભવ્ય રચનાઓને કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતે 71 લાઇટ હાઉસની પણ ઓળખ બનાવી છે. આ તમામ લાઇટ હાઉસમાં તેમની ક્ષમતાઓ અનુસાર સંગ્રહાલયો, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, કાફેટેરિયા, ચિડ્રેન્સ પાર્ક, ઇકો ફ્રેન્ડલી કોટેજ અને લેન્ડસ્કેપિંગ તૈયાર કરવામા આવશે. તેમણે કહ્યું, ‘હું તમને એક અનોખા લાઈટ હાઉસ વિશે પણ કહેવા માંગુ છું. આ લાઇટ હાઉસ ગુજરાતનાં સુરેન્દ્ર નગર જિલ્લામાં જીંઝુવાડા નામની જગ્યાએ છે. શું તમે જાણો છો કે આ લાઇટ હાઉસ કેમ ખાસ છે? આ લાઇટ હાઉસ જ્યા છે ત્યાથી હવે સો કિલોમીટરથી વધુ વધુ દૂર બીચ છે. આપને આ ગામમાં એવા પત્થરો પણ મળશે, જે સૂચવે છે કે કોઈ સમયે અહીં કોઈ વ્યસ્ત બંદર હતુ. આનો અર્થ એ કે પ્રથમ કોસ્ટલાઇન જીંઝુવાડા સુધી હતુ.’

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ