Viral Video/ પર્વતોની વચ્ચે ક્રિકેટ રમતા પોલીસકર્મીએ લગાવ્યા ચોક્કા અને છક્કા

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમા પોલીસકર્મી પર્વતોની વચ્ચે રસ્તા પર ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે.

Videos
1 292 પર્વતોની વચ્ચે ક્રિકેટ રમતા પોલીસકર્મીએ લગાવ્યા ચોક્કા અને છક્કા

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમા પોલીસકર્મી પર્વતોની વચ્ચે રસ્તા પર ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ભારતમાં ક્રિકેટનો ક્રેઝ ખૂબ જોવા મળી જાય છે. આપણા દેશમાં ક્રિકેટ માત્ર એક રમત જ નથી, તેના પ્રત્યે લોકોને ઘણો પ્રેમ પણ છે.

1 293 પર્વતોની વચ્ચે ક્રિકેટ રમતા પોલીસકર્મીએ લગાવ્યા ચોક્કા અને છક્કા

આ પણ વાંચો – Viral Video/ વાંદરાનો છત પર ધ્વજ ફરકાવતો વીડિયો વાયરલ, જોઇને તમે પણ કરશો સલામ

જાણાવી દઇએ કે, વિશ્વની સૌથી પ્રિય રમતોમાંની એક ક્રિકેટ છે. ક્રિકેટ રસ્તાઓનું ગૌરવ છે, રવિવારની ઓળખ ક્રિકેટ છે, ખાલી રસ્તાઓમાં પણ ક્રિકેટ છે. ક્રિકેટનો ક્રેઝ એવો છે કે તે જાતિ કે ધર્મ જોતો નથી. આપણા દેશમાં લોકો ગમે ત્યાં ક્રિકેટ રમતા જોવા મળી જાય છે. આવું જ એક દ્રશ્ય આજે સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. એક પોલીસ કર્મચારી પહાડી રસ્તા પર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી, તમે આપણા દેશમાં ક્રિકેટ પ્રત્યેનાં ક્રેઝનાં સ્તરનો ખ્યાલ મેળવી શકો છો. ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત જ નહીં પરંતુ પ્રેમનો વિષય બની ગયો છે. વિશ્વમાં સૌથી વધુ ક્રિકેટ ભારતમાં પસંદ કરવામાં આવે  છે. આલમ એ છે કે તમને દેશની કોઈપણ ગલી અને મહોલ્લામાં લોકો ક્રિકેટ રમતા જોવા મળશે. હવે એક પોલીસકર્મીનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ મસ્તીથી ભરપૂર રીતે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Viral Video/ દરિયા કાંઠે યોગ કરવુ મહિલાને પડ્યુ ભારે, અચાનક આ પ્રાણીએ કર્યો હુમલો અને પછી…

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો એક ડુંગરાળ વિસ્તારનો છે, જ્યાં એક પોલીસકર્મી રસ્તા પર બાઇકર્સ ગેંગ સાથે ક્રિકેટ રમતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીએ હાથમાં બેટ પકડ્યું છે અને તે બેટિંગ કરી રહ્યો છે. ત્યાં લોકોની બાઇક નજીકમાં પાર્ક કરવામાં આવી છે અને તેઓ રમતનો આનંદ પણ માણી રહ્યા છે. પોલીસકર્મી સાથે ક્રિકેટ રમવાનો આ વીડિયો wanderlost_india નામનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો વધુ વખત જોવામાં આવ્યો છે.

1 294 પર્વતોની વચ્ચે ક્રિકેટ રમતા પોલીસકર્મીએ લગાવ્યા ચોક્કા અને છક્કા

વીડિયો પર ઘણી લાઈક્સ પણ છે. આ વીડિયો જોયા પછી, યુઝર્સ કોમેન્ટ્સ કરવાનું ચૂકી રહ્યા નથી. વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ પોલીસકર્મીની બેટિંગનાં ચાહક હોય તેવું લાગી રહ્યુ છે. તમે પોલીસકર્મીનો ક્રિકેટ રમતા વીડિયો જોઇને આ વાતને સમજી શકો છો.