બોટાદ/ કાપડિયાળી ગામમાં ગંગામૈયા આશ્રમમાં શોભાયાત્રાનું આયોજન, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા

બરવાળા શહેર તેમજ તાલુકાના અને આસપાસના ગામોના પંથકના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રા અને શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ 25 કુંડી શ્રીરામ મહાયજ્ઞનો લાભ લઇ દર્શન કર્યા તેમજ આ કથાનું રસપાન કરવા માટે ગંગામૈયા આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા

Gujarat Others
ગંગામૈયા

બોટાદના બરવાળા તાલુકાના કાપડિયાળી ગામમાં ગંગામૈયા આશ્રમ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ,શોભાયાત્રા સાથે 25 કુંડી શ્રી રામ મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાની પણ શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે બરવાળા શહેર તેમજ આસપાસના ગામોના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બરવાળા તાલુકાના કાપડીયાળી ગામ ખાતે આવેલ ગંગામૈયા આશ્રમ પર આજરોજ તારીખ 2 એપ્રિલ 2022 ને શનિવાર ના રોજ અલગ અલગ મંદિરો અને જગ્યાઓ ના સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્યમ, કાપડીયાળી ગંગામૈયા આશ્રમ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ શુભ અવસર પર બરવાળા શહેર તેમજ તાલુકાના અને આસપાસના ગામોના પંથકના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રા અને શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ 25 કુંડી શ્રીરામ મહાયજ્ઞનો લાભ લઇ દર્શન કર્યા તેમજ આ કથાનું રસપાન કરવા માટે ગંગામૈયા આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

આ પણ વાંચો :ગુજરાતમાં 57 IPS અધિકારીઓની બદલી, અનેક જિલ્લાના SP બદલાયા

આ પણ વાંચો :લીંબુના ભાવ વધારે મન કર્યું ખાટું, 200 રૂપિયા કિલોએ પહોંચ્યો રેટ

આ પણ વાંચો :પંજાબ બાદ હવે ‘આપ’નું ટાર્ગેટ છે ગુજરાત, કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમની લીધી

આ પણ વાંચો : પત્નીએ લીધો પતિનો જીવ: ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના