Gujarat Election/ મહેમદાવાદ બેઠક પર જોવા મળશે ખરાખરીનો જંગ,રાજકિય સમીકરણો જાણો…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે.રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પહેલા તબકકા માટે પ્રચાર પડધમ શાંત થઇ ગયા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 1 11 મહેમદાવાદ બેઠક પર જોવા મળશે ખરાખરીનો જંગ,રાજકિય સમીકરણો જાણો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે.રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પહેલા તબકકા માટે પ્રચાર પડધમ શાંત થઇ ગયા છે. આવતીકાલે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. ઐતિહાસિક શહેર મહેમદાવાદ વિધાનસભાની બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે, આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવતા બેઠકના સમીકરણ બદલાશે કે નહિ તે હવે જોવાનું રહ્યું.

મહેમદાવાદ બેઠકની વાત કરીએ  ભાજપે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપીને રિપીટ કર્યા છે, જયારે કોંગ્રેસે માંકવાના જુવાનસિંહ ચૌહાણ પર પસંદગી ઉતારી છે.જયારે આમ આદમી પાર્ટીએ પ્રમોદ ચૌહાણને ટિકિટ ફાળવી છે. આ વખતે મહેમદાવાદ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે, ચૂંટણી રસપ્રદ બની રહેશે. જાણીએ ઉમેદવારો વિશે

કોંગ્રેસના ઉમેદવાર જુવાનસિંહ ચૈાહાણ

7 4 મહેમદાવાદ બેઠક પર જોવા મળશે ખરાખરીનો જંગ,રાજકિય સમીકરણો જાણો...

મહેમદાવાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે માંકવાના જુવાનસિંહ ચૌહાણને ટિકિટ ફાળવી છે, તેઓ પૂર્વ મહેમદાવાદ તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે અને તેઓ હાલ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત છે તે મહેમદાવાના ગામડા પર સારૂ પ્રભુત્વ ધરાવે છે .તેમણે પોતાનાે જીવન સેવા માટે સમર્પિત કર્યો છે. તેઓ સેવાભાવી તરીકેની છબી ધરાવે છે.

ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ 

8 2 મહેમદાવાદ બેઠક પર જોવા મળશે ખરાખરીનો જંગ,રાજકિય સમીકરણો જાણો...

અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ બેઠક પરથી પ્રથમવાર 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેમણે જીત મેળવી હતી. અર્જુનસિંહ ચૌહાણને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અર્જુનસિંહને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે તથા ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે. અર્જુનસિંહ ચૌહાણ હાલમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. અર્જુનસિંહ ચૌહાણ છેલ્લા 20 વર્ષથી RSS સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2016-17માં જિલ્લા મહામંત્રી તરીકેની ફરજ પણ બજાવી ચૂક્યા છે.ભાજપે તેમને રિપીટ કર્યા છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રમોદ ચૈાહાણ

6 2 મહેમદાવાદ બેઠક પર જોવા મળશે ખરાખરીનો જંગ,રાજકિય સમીકરણો જાણો...

મહેમદાવાદ બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રમોદ ચૈાહાણને ટિકિટ ફાળવી છે તેઓ માજી સરપંચ રહી ચૂક્યા છે. તેઓ પણ લોક સંપર્ક માટે જાણીતા છે.

ભાજપનો દબદબો

આ બેઠકની વાત કરીએ તો ભાજપનો દબદબો રહ્યો છે. પરતું જયારે ત્રિપાંખિયો જંગ જોવા મળે છે તો પરિણામ બદલાઇ શકવાની સંભાવની જોવા મળી શકે છે.ગુજરાતમાં ભાજપની જ્યારથી શરૂઆત થઇ ત્યારથી આ બેઠક પર ભાજપનો વર્ચસ્વ રહેલું છે ,1995થી ભાજપ આ બેઠક પર જીતી રહી છે, 2012માં કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર દોલત સિંહ ડાભી ભાજપના સુદરસિંહ ચૈાહાણ અને કોગ્રેસના ગૌતમ સિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો,જેમાં કેશુભાઇ પટેલના ઉમેદવાર દોલત સિંહ ડાભીએ 10 હજારથી વધુ મત મેળવતા સીધો લાભ કોંગ્રેસને થયો હતો આને અત્યાર સુધી 2012માં જ કોંગ્રેસ મહેમદાવાદની બેઠક પર વિજ્ય થઇ હતી અને ફરી 2017માં આ બેઠક ભાજપે પરત મેળવી લીધી હતી. આ બેઠક પર ક્ષત્રિય સમાજનો વર્ચસ્વ છે

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ દેવુસિંહ ચૌહાણે 2,32,901 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના દિનશા પટેલને હરાવ્યા હતા. દેવુસિંહ ચૌહાણનું ખેડા જિલ્લામાં સારુ પ્રભુત્વ હોવાથી ભાજપે તેમને 2019ની ચૂંટણીમાં પણ રિપિટ કર્યા હતા. ખેડા લોકસભા મતવિસ્તારમાં કુલ 25,03,828 લોકો વસવાટ કરે છે. જેમાંથી 61.36% ગ્રામીણ વિસ્તારો અને 38.64% શહેરી વિસ્તારો છે. વર્ષ 1991માં ખેડા લોકસભા બેઠક પર ભાજપના કે. ડી. જેસ્વાણીએ જનતાદળના પ્રભાતસિંહ ચૌહાણને હરાવીને પહેલી વાર ભાજપે ખેડામાં પગ પેસારો કર્યો હતો.

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી