- અમરેલીમાં અદભુત રાજકીય દ્રશ્ય જોવા મળ્યું
- પ્રચારના છેલ્લા દિવસે રાજકીય ડ્રામા
- પરેશ ધાનાણીએ ભાજપ નેતાનાં લીધા આશિર્વાદ
- અમરેલી કોંગ્રેસ ઉમેદવાર ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય
- પરશોત્તમ રૂપાલા, સંઘાણી, ગોરધન ઝડફિયા સાથે કરી મુલાકાત
અમરેલીમાં: ગુજરાત રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, અમરેલી જિલ્લામાં જોવા મળ્યા અદભુત રાજકિય દ્રશ્ય જોવા મળ્યા છે. અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર અને દિગ્ગજ નેતા અચાનક ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને ભાજપના નેતાઓના આશીર્વાદ લીધા હતા. રાજકિય ગલિયારોમાં આવા અકલ્પીય દશ્યો બહુ ઓછા જોવા મળે છે. કોગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણી એક હકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે . તેમની આ છબીના લીધે તે અમરેલીમાં ખુબ લોકપ્રિય છે.
ઉલ્લેખનયી છે કે અમરેલીમાં આજે અદભુત નજારો રાજકિય સામ્રાજયમાં જોવા મળ્યાે છે. દિગ્ગજ નેતા પરેશ ધાનાણી આજે ભાજપના કાર્યાલય પહોચ્યા હતા અને ભાજપના કદાવર નેતા પરસોત્તમ રૂપાલા,સંઘાણી અને ગોરધન ઝડફિયાને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
નોંધનીય છે કે આજે પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડધમ આજે સાંજે શાંત થઇ જશે અને પહેલી ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે જેમા સૌરાષ્ટ્ર.દક્ષિણ ગુજરાત અને કચ્છની બેઠક પર મતદાન થવાનો છે. જેના લીધે કોંગ્રેસ અને ભાજપ સહિત આમ આદમી પાર્ટી એડીચોટીનો જોર લગાલી રહી છે, ભાજપે તો રાષ્ટ્રીય નેતાઓની ફૌજ ઉતારી દીધી છે.
