Not Set/ ગાંજાનાં જથ્થા સાથે ઝડપાયો સિપાહી, રિક્ષામાં અલગ અલગ વિસ્તારમાં કરતો નશાનો વેપાર

અમદાવાદની સરખેજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે શખ્સ છેલ્લાં ધણા સમયથી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં ફરીને ગાંજાનો વેપાર કરતો હતો.

Ahmedabad Gujarat
A 260 ગાંજાનાં જથ્થા સાથે ઝડપાયો સિપાહી, રિક્ષામાં અલગ અલગ વિસ્તારમાં કરતો નશાનો વેપાર

અમદાવાદની સરખેજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે શખ્સ છેલ્લાં ધણા સમયથી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં ફરીને ગાંજાનો વેપાર કરતો હતો.આરોપીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે આ વાતનો ખુલાસો કર્યો છે.આરોપી મહારાષ્ટ્રથી નશાનો સામાન લાવીને અમદાવાદનાં વેપાર કરતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યુ છે.

સરખેજ પોલીસે સમીર સિપાહી નામનાં શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સની માત્ર અટક સિપાહી છે તેનુ કામ સિપાહી જેવુ જરા પણ નથી..પોલીસે ફતેવાડી વિસ્તારમાંથી આ યુવકને ગાંજાનાં 11 કિલોથી વધુનાં જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.અમદાવાદનાં ઝોન -7 ડિસીપી પ્રેમસુખ ડેલુને બાતમી મળી હતી કે સમીર સિપાહી નામનો શખ્સ મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદમાં વેપાર કરે છે. જેથી સરખેજ પોલીસ છેલ્લાં એક મહિનાથી આ યુવકની વોચમાં હતી. અને ગઈકાલે આ શખ્સ ફતેવાડીમાં ફરતો હોવાની બાતમી મળતા જ તેને દબોચી લીધો હતો.

આ પણ વાંચો :તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી મે મહિનામાં શરૂ થશે

પોલીસ ગાંજાનાં જથ્થા સાથે અનેક લોકોને અત્યાર સુધીમાં પકડી ચુકી છે પરંતુ આ કેસમાં આરોપીની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી.આરોપી સમીર સિપાહી મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો અમદાવાદ લાવતો હતો અને આ જથ્થામાંથી નાની નાની ગાંજાની પડીકીઓ બનાવીને જુહાપુરા, વેજલપુર, સરખેજ સહિત અમદાવાદનાં સીટી વિસ્તારમાં જેમાં જમાલપુર, દરિયાપુર, શાહપુર જેવા વિસ્તારમાં વેચતો હતો.પોલીસે આરોપી પાસેથી 1.16 લાખની કિંમતનો 11.620 કિલોગ્રામ ગાંજો ઝડપી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન કરી માલ વેચતા વેપારીઓ ચેતજો, એકમમાં લાગી જશે સાત દિવસ માટે

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે આરોપી સમીર સિપાહી અગાઉ બેથી ત્રણ વાર મહારાષ્ટ્રમાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચી ચુક્યો છે.. પરંતુ હજુ સુધી પોલીસની પકડમાં નથી આવ્યો ત્યારે સરખેજ પોલીસે આરોપીને ઝડપી તે આ નશાનો વેપાર કેટલા સમયથી કરતો હતો અને અમદાવાદમાં કોને કોને ગાંજો સપ્લાય કરતો હતો તે બાબતે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :પાટીલને ખબર જ નથી કે રાજકોટમાં ૩૦ કલાક સુધી પરિવારજનોને મૃતદેહ મળતા નથી