Gujarat election 2022/ ગુજરાતની ચૂંટણીમાં આલિયાબેટમાં શિપિંગ કન્ટેનરનો મતદાનમથક તરીકે ઉપયોગ થશે

ચૂંટણીપંચ દરેક ચૂંટણીમાં કંઇકને કંઇક વિશેષતા લાવતુ રહે છે કે આ ચૂંટણીમાં શિપિંગ કન્ટેનરનો ઉપયોગ પણ મતદાન મથક તરીકે કરી શકાશે. ગુજરાતના આલિયાબેટમાં 217 મતદાતાઓ માટે શિપિંગ કન્ટેનરનો મતદાનમથક તરીકે ઉપયોગ કરવામાં આવશે.

Top Stories Gujarat
polling booth ગુજરાતની ચૂંટણીમાં આલિયાબેટમાં શિપિંગ કન્ટેનરનો મતદાનમથક તરીકે ઉપયોગ થશે
  • આલિયાબેટના 217 મતદાતાઓ શિપિંગ કન્ટેનરમાં બનેલા પોલિંગ બૂથમાં મતદાન કરશે
  • પૂર્વ આફ્રિકાના મૂળના સીદીઓ માટે ગીરસોમનાથમાં ત્રણ મથકો સ્થપાશે
  • ગીરમાં એકમાત્ર મતદાતા માટે હશે મતદાનમથક અને 15 ચૂંટણી અધિકારીઓ
  •  દરેક મતદાન મથકોએ નવા પ્રયોગ તરીકે વિશેષ ઓબ્ઝર્વર રખાશે
  • 50 ટકા મતદાન મથકોએ વેબકાસ્ટિંગ કરવામાં આવશે

Election comission દરેક ચૂંટણીમાં કંઇકને કંઇક વિશેષતા લાવતુ રહે છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat election 2022) શિપિંગ કન્ટેનર (Shipping container) ઉપયોગ પણ મતદાન મથક તરીકે કરી શકાશે.  કદાચ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આ પહેલી વખત જ શિપિંગ કન્ટેનરનો ઉપયોગ પોલિંગ બૂથ તરીકે કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના આલિયાબેટમાં (Aliabet) 217 મતદાતાઓ (Voter) માટે શિપિંગ કન્ટેનરનો મતદાનમથક (Polling booth) તરીકે ઉપયોગ કરવામાં આવશે. અમેરિકા અને યુરોપમાં દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં શિપિંગ કન્ટેનરનો પોલિંગ બૂથ તરીકે ઉપયોગ થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગીરસોમનાથમાં એકમાત્ર મતદાતા માટેના મતદાન મથકમાં 15 સભ્યોની ચૂંટણી અધિકારીઓની (Election officials) ટીમ હશે.

આ ઉપરાંત દરેક મતદાન મથક પર નવા પ્રયોગ તરીકે ખાસ ઓબ્ઝર્વર (Oberserver) રખાશે. તેની સાથે 50 ટકા મતદાન મથકોએ વેબકાસ્ટિંગ (Webcasting) કરવામાં આવશે. રાજ્યમાં વસતા સીદીઓ (Siddi) માટે ખાસ મતદાનમથક સ્થાપવામાં આવશે. આ સીદીઓ પૂર્વ આફ્રિકામાંથી સદીઓ પહેલા લાવવામાં આવ્યા હતા અને હાલમાં તે ગુજરાતના વતની છે. સીદીઓ માટે ગીરસોમનાથ જિલ્લામાં ત્રણ મતદાનમથકો સ્થાપવામાં આવશે.

ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં એક અને પાંચ ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન થશે. તેના પછી આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આમ ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના (Himachal Pradesh Assembly election 2022) પરિણામ એકસાથે જાહેર થશે. ગુજરાતમાં આચારસંહિતા (code of conduct) આજથી જ અમલમાં આવી ગઈ છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે અને બીજા તબક્કા માટે 17 નવેમ્બર છે. આ જ રીતે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 17 નવેમ્બર અને બીજા તબક્કા માટે 21 નવેમ્બર છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું કે આ વખતે કુલ 4.90 કરોડ મતદારો મતદાન કરશે. બધા મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવા પ્રયોગ તરીકે દરેક મતદાન મથકે ખાસ ઓબ્ઝર્વર રહેશે. સિનિયર સિટિઝનો, દિવ્યાંગો માટે ખાસ સગવડ હશે. ગુજરાતમાં કુલ 51782 મતદાન મથકો હશે. આ ઉપરાંત દિવ્યાંગો માટે 182 મતદાન મથકો અને 1,274 મહિલા મતદાન મથકો હશે. જ્યારે 142 મોડેલ મતદાન મથકો હશે. આ સિવાય 50 ટકા મતદાનમથકોનું વેબકાસ્ટિંગ થશે.