Attack on police team/ છ મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર કરી હત્યાથી ચકચાર

ઉશ્કેરાયેલા ગામવાસીઓએ આરોપીના ઘરને આગ લગાડી ફૂંકી માર્યું

Top Stories India
Beginners guide to 2024 05 03T172553.040 છ મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર કરી હત્યાથી ચકચાર

Rajasthan News : ગર્ભવતી મહિલા પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખનારા આરોપીના ઘરને આખા ગામે  સળગાવીને ફૂંકી મારીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. લોકોએ આરોપીના સંબંધીઓના ઘરમાં પણ ભારે તોપોડ કરી હતી. તે પહેલા ગામવાસીઓએ મિટીંગ કરી હતી અને બાદમાં હૂવાનો નિર્ણય લીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો.

આ બનાવ દૌસાના મેહંદીપુર બાલાજીના નાંદરી ગામમાં ગુરૂવારે રાત્રે 10 વાગ્યે બન્યો હતો. આ બનાવમાં આગ ચાંપનારા ત્રણ જણા પણ ગંભીરપણે દાઝ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કહેવાય છે કે રેપ વીથ મર્ડરથી ઉશ્કેરાયેલા પિડીત પક્ષના લોકોએ ગુરૂવારે મિચીગ કરી હતી. ત્યારબાદ ગામવાસીઓએ આરોપીના ઘર સહિત ચાર ઘરો પર હૂમલો કરી દીધો હતો. જેમાં એક ઘરમાં આગ લગાવી હતી અને બાકીના ઘરોમાં ભારે તોડફોડ કરી હતી. જોકે હૂમલાખોરો પહોંચે તે પહેલા ચારેય ઘરના લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

બનાવની જાણ થતા જ માનપુર અને સિકંદરા થાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તેમની ઉપર પણ પથ્થરમારો કરાયો હતો. જેમાં કેટલાય પોલીસો ઘાયલ થયા હતા.પોલીસના વાહનોને પણ નુકશાન પહોંચાડાયું હતું.

રાતથી જ એડિશનલ એસપી દિનેશ અગ્રવાલ અને માનપુર ડેપ્યુટી એસપી દિપક મીણા સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ કેસની વિગત મુજબ નાંદરી ગામના એક યુવકે 28 એપ્રિલે જગરામ નામના યુવક વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. જેમાં જણાવાયું હતું કે આરોપી તેની પત્નીને 27 એપ્રિલે ચારો ભરવાને બહાને લઈ ગયો હતો, પરંતુ તે ખેતરમાં પહોંચ્યા ન હતા. પત્ની ઘરે ન પહોંચતા પડોશીઓ અને સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ તેનો પતો લાગ્યો ન હતો.

આરોપીનો ફોન પણ બંધ આવતો હતો એટલું જ નહી તે ઘરેથી પણ ગાયબ હતો. ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ગાયબ મહિલાનો મૃતદેહ 29 એપ્રિલના રોજ જંગલ પાસેના ખેતરમાં ક્ષત વિક્ષત હાલતમાં પડેલો મળ્યો હતો. જેને પગલે મૃતક મહિલાના પતિએ હત્યાની ફરિયાદ દાખલ કરાવી હતી કે જગરામ મીણાએ દુષ્કર્મ બાદ તેની પત્નીની હત્યા કરી નાંખી હતી. તેની પત્ની છ મહિનાની ગર્ભવતી હતી. બાદમાં પોલીસે 1 મેના રોજ આરોપી જગરામ મીણાની હાઈવે પાસેના ખેડાપહાડપુર ચોક પાસેથી ધરપકડ કરી હતી.



આ પણ વાંચો:ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 1717 ઉમેદવારો લડશે ચૂંટણી

આ પણ વાંચો:કોવિશિલ્ડ ડોઝ લેનારાઓએ ગભરાવાની જરૂર નથી , રાષ્ટ્રપતિઓના ડોકટરોએ રસીના ફાયદાઓ ગણાવ્યા 

આ પણ વાંચો:રાયબરેલીથી રાહુલ ગાંધીએ નોંધાવી ઉમેદવારી, સોનિયા-ખડગે સહિતના આ નેતાઓ રહ્યા હાજર

આ પણ વાંચો:ડરો નહીં, ભાગો નહીં, રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઝંપલાવતા પીએમ મોદીનો પહેલો હુમલો