Covid-19/ ડાયમંડ સીટીએ મેળવી એક ખાસ સિદ્ધિ, વેક્સિનેશનમાં બન્યું નંબર One

રાજ્યમાં વેક્સિનેશન પર ખૂબ ભાર આપવામાં આવી રહ્યો છે. આનુ જ પરિણામ છે કે આજે રાજ્યનાં સુરત શહેરમાં 100 ટકા કોરોના વેક્સિનેશન થઇ ગયુ છે.

Top Stories Gujarat Surat
11 83 ડાયમંડ સીટીએ મેળવી એક ખાસ સિદ્ધિ, વેક્સિનેશનમાં બન્યું નંબર One
  • સુરત શહેરમાં 100 ટકા કોરોના વેક્સિનેશન
  • 100 ટકા સિદ્ધિ મેળવનાર સુરત પ્રથમ શહેર બન્યુ
  • સુરતમાં કુલ 50.97 લાખ લોકોને વેક્સિન અપાઈ
  • 34,32,737 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
  • 16,36,213 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો
  • 50 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં સુરતે સિદ્ધિ મેળવી
  • ગુજરાતમાં રાજકોટ બીજા અને અમદાવાદ ત્રીજા સ્થાને

દેેશમાં જ્યા કોરોનાનાં કેેસ સતત ઘટી રહ્યા છે ત્યારે હવે વેક્સિન વધુ ને વધુ લોકોને આપવામાં આવે તે લક્ષ્ય સાથે સરકાર એક મોટી સિદ્ધિ તરફ આગળ વધી રહી છે. ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાની બીજી લહેર હવે પૂર્ણતહ શાંત પડી ગઇ હોય તેેવુ લાગી રહ્યુ છે. રાજ્યમાં વેક્સિનેશન પર ખૂબ ભાર આપવામાં આવી રહ્યો છે. આનુ જ પરિણામ છે કે આજે રાજ્યનાં સુરત શહેરમાં 100 ટકા કોરોના વેક્સિનેશન થઇ ગયુ છે.

11 84 ડાયમંડ સીટીએ મેળવી એક ખાસ સિદ્ધિ, વેક્સિનેશનમાં બન્યું નંબર One

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, દેશનાં ઘણા ભાગોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક

રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસ છેલ્લા ઘણા સમયથી બે અંકમાં આવી રહ્યા છે. કોરોના પર જીત મેળવવા માટે તમામ લોકો વેક્સિન લે તે જરૂરી છે. જે મામલે રાજ્યનું સુરત શહેર આજે અવ્વલ નંબરે આવ્યુ છે. અહી 100 ટકા લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે. જણાવી દઇએ કે, સુરતમાં કુલ 50.97 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અહી 34,32,737 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે અને 16,36,213 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છેે. જણાવી દઇએ કે, 50 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં સુરતે આ ખાસ સિદ્ધિ મેળવી છે. વેક્સિનેશન મામલે ગુજરાતમાં રાજકોટ બીજા અને અમદાવાદ ત્રીજા સ્થાને છે.

  • સુરતમાં સંભવિત ત્રીજી લહેરને લઈ તંત્ર દ્વારા તૈયારી
  • સ્મશાનગૃહોમાં ભઠ્ઠી વધારવા પાલિકાએ ગ્રાન્ટ આપવા નિર્ણય
  • કોરોના સમયે ફરી લાઇનો ના લાગે તે માટે તંત્ર દ્વારા પહેલ
  • લાકડાની 35 ભઠ્ઠીમાં 18 અને ગેસની 24 ભઠ્ઠીમાં 14નો વધારો
  • ગેસ અને ઇલેક્ટ્રિકની ભઠ્ઠીઓ બમણી કરવા નિર્ણય

11 85 ડાયમંડ સીટીએ મેળવી એક ખાસ સિદ્ધિ, વેક્સિનેશનમાં બન્યું નંબર One

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ભલે કોરોનાનાં કેેસ ઓછા થઇ ગયા છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવનાઓને હળવાશથી લઇ શકાય તેેમ નથી. આ જ કારણ છે કે, સુરતમાં સંભવિત ત્રીજી લહેરને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામા આવી રહી છે. અહી સ્મશાનગૃહોમાં ભઠ્ઠી વધારવા પાલિકાએ ગ્રાન્ટ આપવા નિર્ણય કર્યો છે. બીજી લહેરમાં જે રીતે સ્મશાનગૃહોમાં લાઇનો જોવા મળી હતી, તેવુ જો ત્રીજી લહેર આવે છે તો ન જોવા મળે તે માટેે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, સુરતમાં લાકડાની 35 ભઠ્ઠીમાં 18 અને ગેસની 24 ભઠ્ઠીમાં 14 નો વધારો કરાયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…