IPL 2021/ ફીરકી બોલર રવિચંદ્રન અશ્વિને T20 ક્રિકેટમાં મેળવી એક ખાસ સિદ્ધિ

રવિચંદ્રન અશ્વિને T20 ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી છે. આવું કરનાર તે ત્રીજો ભારતીય બોલર બન્યો છે. અશ્વિને આ સિદ્ધિ 254 મી મેચમાં હાંસલ કરી હતી.

Sports
1 383 ફીરકી બોલર રવિચંદ્રન અશ્વિને T20 ક્રિકેટમાં મેળવી એક ખાસ સિદ્ધિ

રવિચંદ્રન અશ્વિને દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સની જીતમાં પણ યોગદાન આપ્યું હતું. અણનમ 6 રન બનાવવા ઉપરાંત અશ્વિને ઇકોનોમિક બોલિંગ કરતા ડેવિડ મિલરની વિકેટ પણ લીધી હતી. અશ્વિને સિઝનની 36 મી મેચમાં એક મોટો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ સાથે તેણે ભારતનાં 2 દિગ્ગજ સ્પિન બોલરોની બરાબરી કરી છે.

આ પણ વાંચો – IPL 2021 / આજે Sunday બનશે ખાસ, CSK નો મુકાબલો થશે KKR સાથે, શું હશે Plying Eleven?

રવિચંદ્રન અશ્વિને T20 ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી છે. આવું કરનાર તે ત્રીજો ભારતીય બોલર બન્યો છે. અશ્વિને આ સિદ્ધિ 254 મી મેચમાં હાંસલ કરી હતી. તેના પહેલા અમિત મિશ્રા અને પિયુષ ચાવલાએ T20 ફોર્મેટમાં 250 વિકેટ પોતાના નામે કરી છે. બંનેનાં નામે 262-262 વિકેટ છે. બોલરોની તાકાત પર શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2021 ની 36 મી મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 33 રને હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં છ વિકેટે 154 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 43 રન બનાવ્યા હતા, જ્યારે તેના સિવાય શિમરન હેટમાયરે 28 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે સાકરિયા અને મુસ્તફિઝુરને બે-બે વિકેટ મળી હતી, જ્યારે કાર્તિક ત્યાગી અને તેવટિયાને એક-એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો – IPL 2021 / મોર્ગન બાદ હવે સંજુ સેમસન પર સ્લો ઓવરરેટ માટે 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન 20 ઓવરમાં છ વિકેટે માત્ર 121 રન બનાવી શક્યું હતું. જોકે કેપ્ટન સંજુ સેમસને 53 બોલમાં આઠ ચોક્કા અને એક છક્કાની મદદથી અણનમ 70 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીતાડી શક્યો ન હતો. દિલ્હી તરફથી એનરિચ નોર્ટજેએ બે વિકેટ, જ્યારે આવેશ ખાન, રવિચંદ્રન અશ્વિન, કાગીસો રબાડા અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી. દિલ્હી આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની છે. દિલ્હી 10 માંથી 8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે રાજસ્થાન 9 માંથી 5 મેચ હારીને 7 માં સ્થાને છે.