Rajkot/ યુવાનોમાં હાર્ટના કેસોમાં વધારો, ધોરણ 8મા ભણતી વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત

હાલમાં તમામ લોકોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ચિંતા, ખાવાની ખોટી આદતો અને ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. આજે રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ…

Top Stories Rajkot Gujarat
Heart Attack of Young Girl

Heart Attack of Young Girl: હાલમાં તમામ લોકોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ચિંતા, ખાવાની ખોટી આદતો અને ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. આજે રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ચાલુ ક્લાસ દરમિયાન હુમલામાં મોત થયું હતું.

રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી હવેલી એ. જસાણી સ્કુલમાં ચાલુ લેકચર દરમિયાન આજે સવારે ધોરણ 8માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થી અચાનક બેહોશ થઇ જતાં તેને સ્કૂલ વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ. ત્યાં હાજર ડોક્ટરે વિદ્યાર્થિનીને જોઈને તેને મૃત જાહેર કરી. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા પોલીસને જાણ કરી હતી. સાથે જ મૃતકના સ્વજનોને જાણ કરતાં તેઓ પણ સરકારી દવાખાને પહોંચી ગયા હતા. તેમજ હોસ્પિટલ ચોકીના કર્મચારીઓએ એન્ટ્રી નોંધી સમગ્ર ઘટના અંગે માલવિયા પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચી હતી. તેમજ શાળાના સ્ટાફે રિયાના પરિવારને આ અંગે જાણ કરતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. વહાલી દીકરીની લાશ જોઈ પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા.

સમગ્ર ઘટના અંગે માહિતી આપતા પરિવારજનોએ જણાવ્યું હતું કે આજે સવારે 7 વાગ્યે સ્કૂલ વાન તેમાં બેઠેલી બંને બહેનોને સ્કૂલે જવા માટે લેવા આવી હતી. બાદમાં, સ્કૂલ પહોંચ્યા પછી રિયા સ્કૂલ ક્લાસમાં પ્રાર્થના પછી લેક્ચર દરમિયાન બેહોશ થઈ ગઈ અને બાદમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું. આ સંદર્ભે પોલીસે મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. રિયાના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કોઈ પ્રકારની દવા લેતી ન હોવાની સ્પષ્ટતા કરતાં પરિવારજનોએ કહ્યું કે, તેને કોઈ પણ પ્રકારનો રોગ ન હતો કે કોઈ પણ પ્રકારની દવા પણ લેતી ન હતી.

આ પણ વાંચો: સાવચેતી/માણસો જ નહીં, પ્રાણીઓને પણ થાય છે શરદી, આ લક્ષણો દેખાય તો તરત જ કરાવો સારવાર