Not Set/ રાજકોટ/ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘુસ્યો, સલામતીના ભાગરૂપે ઝૂ બંધ કરાયું

પ્રવાસીઓ માટે પદ્યુમન પાર્ક બંધ કરાયુ સલામતીના ભાગરૂપે ઝુ બંધ કરાયુ RMCએ વન વિભાગને કરી જાણ રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્કમા એક દીપડો ઘુસી ગયો છે. આ દીપડાએ પાર્કમાં એક હરણનું મારણ પણ કર્યું છે. જેથી લોકોમાં ભય વ્યાપી ગયો છે. રાજકોટ મનપા દ્વારા આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે. અને દીપડાને શોધવાની અને […]

Gujarat Rajkot
numretor 8 રાજકોટ/ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘુસ્યો, સલામતીના ભાગરૂપે ઝૂ બંધ કરાયું

પ્રવાસીઓ માટે પદ્યુમન પાર્ક બંધ કરાયુ

સલામતીના ભાગરૂપે ઝુ બંધ કરાયુ

RMCએ વન વિભાગને કરી જાણ

રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્કમા એક દીપડો ઘુસી ગયો છે. આ દીપડાએ પાર્કમાં એક હરણનું મારણ પણ કર્યું છે. જેથી લોકોમાં ભય વ્યાપી ગયો છે. રાજકોટ મનપા દ્વારા આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે. અને દીપડાને શોધવાની અને પાંજરે પુરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

હાલમાં વન વિભાગની ટીમે પ્રદ્યુમન પાર્કમાં દીપડાની શોધખોળ હાથ ધરી છે. ગતરાત્રી દરમિયાન આ દીપડો ઝૂ માં પ્રવેશ કર્યાની આશંકા સેવાઈ રહી છે. વન વિભાગ દીપડાને શોધવા માટે સમગ્ર પાર્ક માં શોધખોળ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી દીપડાની કોઈ ભાળ મળી નથી. ત્યારે તંત્ર દ્વારા પણ સલામતી ના ભાગ રૂપે સામાન્ય નાગરિકો માટે ઝૂના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.  દીપડો ઝૂ માં જ છે કે હારનું મારણ કરીને રાત્રીના અંધકારમાં જ જંગલ તરફ ગયો તે પ્રત્યે પણ આશંકા સેવાઈ રહી છે. તો બીજી બાજુ તંત્ર આ દીપડો કોઈ શહેરીજન પર હુમલો ના કરે તે માટે દોડતું થઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.