ટી-20 વિશ્વ કપ/ યુએઈ અને ઓમાનમાં યોજાશે ‘T-20 World Cup’, જાણો કઇ તારીખથી થશે શરૂ

બીસીસીઆઈ સાથે વાત કર્યા બાદ આઇસીસીએ જાહેરાત કરી છે કે, આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ ભારતમાં નહીં યોજાય. ટી-20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં યોજાશે.

Top Stories Sports
11 90 યુએઈ અને ઓમાનમાં યોજાશે 'T-20 World Cup', જાણો કઇ તારીખથી થશે શરૂ

બીસીસીઆઈ સાથે વાત કર્યા બાદ આઇસીસીએ જાહેરાત કરી છે કે, આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ ભારતમાં નહીં યોજાય. ટી-20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં યોજાશે. બીસીસીઆઈ સચિન જય શાહે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ભારતમાં વર્લ્ડ કપ યોજવાનું શક્ય નથી.

11 89 યુએઈ અને ઓમાનમાં યોજાશે 'T-20 World Cup', જાણો કઇ તારીખથી થશે શરૂ

Euro 2020 / સ્પેન એ એક્સ્ટ્રા ટાઈમમાં ક્રોએશિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન કર્યુ સુરક્ષિત

સચિન જય શાહે એમ પણ કહ્યું હતું કે, તેનું આયોજન યુએઈ અને ઓમાનમાં કરવામાં આવશે, હવે આઇસીસીએ પણ તેના પર મહોર લગાવી દીધી છે. ત્યારે લાંબા સમયથી ચાલી રહેલી ગૂંચવણભરી સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપની પહેલી મેચ 17 ઓક્ટોબરે, જ્યારે અંતિમ મેચ 14 નવેમ્બરનાં રોજ રમાશે. આ રીતે, ક્રિકેટનો મહાકુંભ લગભગ એક મહિના સુધી ચાલશે. આપને જણાવી દઇએ કે, આ પહેલા ટી-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો હતો.

11 92 યુએઈ અને ઓમાનમાં યોજાશે 'T-20 World Cup', જાણો કઇ તારીખથી થશે શરૂ

નવા આઇટી નિયમ / રવિશંકર પ્રસાદ અને શશી થરૂરનું એકાઉન્ટ લોક થયા બાદ સંસદિય સમિતીએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ

બીસીસીઆઈએ આ માટે સ્ટેડિયમ પણ નક્કી કર્યું હતું, પરંતુ કોવિડ-19 મહામારીનાં કારણે, ભારતમાં તેનું સંચાલન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, વર્લ્ડ કપનું યજમાન ભારતની પાસે જ રહેશે. વર્લ્ડ કપની તમામ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ, શારજાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

આઇસીસીએ જણાવ્યું છે કે, ટૂર્નામેન્ટની મેચ દુબઇ, શારજાહ, અબુધાબી સિવાય ઓમાનમાં યોજાશે. ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો છે. ક્વોલિફાયર રાઉન્ડમાં 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એક ગ્રુપની મેચ યુએઈમાં અને બીજા ગ્રુપની મેચ ઓમાનમાં હશે. બંને ગ્રુપોની ટોપ-2 ટીમો સુપર-12 માં જશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામિબીઆ, ઓમાન અને પાપુઆ ન્યુ ગિનિયાની ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાં ઉતરશે. આઇસીસીનાં સીઇઓ જ્યોફ એલર્ડાઇસે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે વર્તમાન સીઝનમાં સંપૂર્ણ સુરક્ષા સાથે ટી-20 વર્લ્ડ કપ યોજાય. જો કે, અમે નીરાશ છીએ કે આ કાર્યક્રમ ભારતમાં યોજાઈ રહ્યો નથી.

11 91 યુએઈ અને ઓમાનમાં યોજાશે 'T-20 World Cup', જાણો કઇ તારીખથી થશે શરૂ

Viral Video / સાઇકલ રેસ દરમ્યાન આ શખ્સનાં કારણે થઇ એવી દુર્ઘટના, જોઇને તમે પણ થઇ જશો ગુસ્સે

વળી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, બીસીસીઆઈ સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે ઉત્સુક છે. જો ભારતમાં વર્લ્ડ કપ થવાનો હોત, તો અમે હજી વધારે ખુશ થયા હોત પરંતુ કોરોના વાયરસની સ્થિતિ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇવેન્ટનાં મહત્વને જોતા બીસીસીઆઈ યુએઈ અને ઓમાનમાં તેનું આયોજન કરશે.

Footer 2 યુએઈ અને ઓમાનમાં યોજાશે 'T-20 World Cup', જાણો કઇ તારીખથી થશે શરૂ