ED/ કેન્દ્ર સરકારે ED ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવાનો કર્યો નિર્ણય

કેન્દ્ર સરકારે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

Top Stories India
ed 3 કેન્દ્ર સરકારે ED ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવાનો કર્યો નિર્ણય

કેન્દ્ર સરકારે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. બુધવારે આ સંબંધમાં જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર મિશ્રાનો કાર્યકાળ 18 નવેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં ઇડીના ડિરેક્ટર સંજય મિશ્રા છે. તેમનો કાર્યકાળ આ સપ્તાહમાં પૂર્ણ થઇ રહ્યો હતો પરંતુ હવે વટહુકમ બહાર પાડીને સરકારે તેમનો કાર્યકાળને વધારી દીધો છે.

14 નવેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે ED અને CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ના નિર્દેશકોના કાર્યકાળને પાંચ વર્ષ સુધી લંબાવવા સંબંધિત બે વટહુકમ બહાર પાડ્યા હતા. હાલમાં આ બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓના ડિરેક્ટરનો કાર્યકાળ માત્ર બે વર્ષનો છે.

આ વટહુકમ સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાના થોડા દિવસો પહેલા આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ વટહુકમને મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આને લગતું બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. 29 નવેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થશે.

કર્મચારી મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ત્રણ IPS અધિકારીઓ ઘનશ્યામ ઉપાધ્યાય, નવલ બજાજ અને વિદ્યા જયંત કુલકર્ણીને CBIના સંયુક્ત નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કુલકર્ણી, તમિલનાડુ કેડરના 1998 બેચના IPS અધિકારી, મંત્રાલયના આદેશ મુજબ, પાંચ વર્ષના સમયગાળા માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓડિશા કેડરના 1999 બેચના IPS અધિકારી ઉપાધ્યાયનો કાર્યકાળ 29 જૂન, 2026 સુધી રહેશે. મહારાષ્ટ્ર કેડરના 1995 બેચના નવલ બજાજ 6 જૂન 2026 સુધી આ પદ સંભાળશે.